પદ્મ તળાવ પર ભૂમાફિયાનો કબજો, મહિને લાખોના ભાડાની વસૂલાત

0

[ad_1]

  • પાલિકા ભૂમાફિયાને છાવરે છે કે પછી રાજકારણીના ઘૂંટણીયે પડી ગયું ?
  • વાઘોડિયા રોડની જગ્યા પર ગોડાઉન, નર્સરી, તબેલા, ગેરેજ અને કાચા ઝૂંપડા બનાવી દેવાયા
  • દબાણકર્તાઓ પાસેથી ભૂમાફિયાઓ લાખો રૂપિયાનું ભાડુ વસુલે

વાઘોડિયા રોડ અને આસપાસનો વિસ્તાર ભૂમાફિયાઓની ચોક્કસ ટોળકી માટે સ્વર્ગ સમાન બન્યો છે. પોતાના ગોડફાધરોના પીઠબળને લઈ આ ભૂાફિયાઓએ છેલ્લા ઘણાં સમયથી માથું ઉંચક્યું છે. તેઓ તંત્રના નાક નીચે સરકારી જમીનો હડપ કરવામાં પણ પાછીપાની કરતા નથી. ચોંકાવનારી વાત તો એ છે કે, ચોક્કસ ટોળકી પદમ તળાવની જગ્યા ઉપર પણ કબજો કરીને ગેરકાયદે રીતે જગ્યાઓ ભાડે આપી મહિને લાખ્ખો રૂપિયાનું ભાડૂ ઉઘરાવી રહી છે, ત્યારે શું પાલિકાનું તંત્ર ભૂમાફિયાઓને છાવરી રહ્યું કે પછી રાજકરણીઓના ઘૂંટણીયે પડી ગયું છે? તે સવાલ પણ ઉઠયો છે.

દંતેશ્વરના રે.સ.નં. 523ના ફાઈનલ પ્લોટ નં. 766ની 6 હજાર ફૂટથી વધુ સરકારી જગ્યાનો રાજકિય પીઠબળ ધરાવતાં વાઘોડિયા રોડના જીગા જોષીએ બારોબાર ખેલ પાડીને બે પરિવારને વેચાણ અપાવી લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાના ગંભીર આક્ષેપ થયો હતો. જીગાએ સરકારી જમીન અપાવ્યા બાદ બંને પરિવારને બધુ કાયદેસર કરાવી આપીશ તેવા લોલીપોપ આપી હતી. જેને લઈ વિશ્વાસમાં આવી ગયેલા બંને પરિવારોએ રહેવા માટે વિશાળ મકાન બનાવી દીધા હતા. જોકે, સોમવારે તેમના મકાનો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. સરકારી જમીનો બારોબાર પધરાવી દેવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ વધુ એવી ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે, કેટલાક ભૂમાફિયાઓએ તો તળાવની જગ્યાને પણ છોડી નથી.

પદમ તળાવ તરીકે ઓળખાતી સર્વે નં. 418વાળી જગ્યા આજે પણ રેકોર્ડ પર તલાવડી (સરકારી પડતર) તરીકે બોલે છે, તો પછી અહીં ગેરકાયદે કાચા – પાકા બાંધકામો કેવી રીતે થઈ ગયા? આ ગેરકાયદે દબાણો ઉભા કરાવીને દબાણકર્તાઓ પાસેથી ભૂમાફિયાઓ લાખો રૂપિયાનું ભાડુ વસુલે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *