સુરત મહાનગરપાલિકાની 27 માળની ઈમારતનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન

0


  • કુલ 2416 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત
  • જૂની સબજેલવાળી જગ્યાએ ભૂમિપૂજન કરાયું
  • 27 માળની બિલ્ડીંગની 103.5 મીટર ઊંચાઈ રહેશે

સુરત મહાનગરપાલિકાનું 27 માળનું બિલ્ડીંગ બનાવવા માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કુલ 2416 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ જૂની સબજેલ વાળી જગ્યાએ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂમિપૂજન બાદ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી એ સામાન્ય માનવી અને દરેક ને સેવા સુવિધા પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. સુરત કોર્પોરેશન ખૂબ જ સારા આયોજન સાથે આગળ વધી રહી છે. સુરત મહાનગરપાલિકાએ દેશમાં નામ રોશન કર્યું છે. તેમજ દરેક વ્યક્તિનું ધ્યાન કોર્પોરેશન રાખી રહ્યું છે. લોકોને એક જ સ્થળે તમામ સુવિધા મળી રહે એ હેતુસર આઇકોનિક બિલ્ડિંગનું પણ ખાત મહુર્ત કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવા આહવાન કર્યો છે. જેના ભાગ રૂપે ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવી છે. દરેક બસ ઇલેક્ટ્રિક થાય એવા ટ્રાન્સપોર્ટની સુવિધા પાલિકાએ આપી છે. તેમજ ટાર્ગેટ કરતા વધારે મકાનો લોકો માટે બનાવવામાં આવ્યા છે. 10 માંથી 7 લાખ મકાનો આજે અપાયા છે. 3 હજારથી ઉપર મકાનોના ખાત મુહૂર્ત કરાયા છે. આઝાદીના અમૃત મહોત્સવમાં PM મોદીના સંકલ્પમાં આત્મ નિર્ભર રાષ્ટ્ર બનાવવા તરફ પાલિકાએ શરુઆત કરી છે. હવે ડુમસ ખાતે ઈકો ટુરિઝમ તેમજ ફ્લડ પ્રોટેક્શન વોલ બનશે. સ્મીમેરના હોસ્પિટલનું પણ નવું કામ કરાશે. સ્કૂલ બનાવવા પાછળ પણ મહેનત કરાશે. સરકાર પાલિકા સાથે રહી સુરતના તમામ કામોમાં સહકાર આપશે.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *