મહુવા મહુવા તાલુકાના બોરડી ગામેથી આજે સવારે સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો સિંહનો મૃતદેહ મળતા મહુવા વન વિભાગ તંત્ર દ્વારા તાત્કાલિક બોરડી ગામે જઈને તજવીજ હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત મુજબ મહુવા તાલુકાના બોરડી ગામે વાડી વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી ત્રણથી પાંચ વર્ષના સિંહનું મોત નીપજ્યું હતું બનાવના પગલે મહુવા વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી જ્યારે બોરડી ગામે રહેતા કલ્પેશ નનાભાઈ નકુમ (ઉંમર વર્ષ 30) ની વાડી વિસ્તારમાં વીજ કરંટ લગાવ્યો હતો જેથી સિંહ નું મૃત્યુ થયું છે વન વિભાગ દ્વારા કલ્પેશ નનાભાઈ નકુમની અટકાયત કરીને વધુ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મહુવા તાલુકામાં સિંહની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે મહુવા ના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનું રહેઠાણ થવા માંડયું છે ત્યારે સિંહના આવા અકાળે મૃત્યુ થવા લાગ્યાં છે ત્યારે મહુવા વન વિભાગ તંત્ર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ભારત સરકાર સિંહ ઉપર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે ત્યારે મહુવા વન વિભાગ દ્વારા સિંહની તકેદારી રાખવામાં નિષ્ફ્ળ નીવડી રહ્યું છે ત્રણ થી પાંચ વર્ષના સિંહના મૃત્યુ અંગે મહુવાના પશુ પ્રેમી ઓ માં પણ દુઃખની લાગણીઓ ફેલાઈ છે વન વિભાગ દ્વારા મહુવા તાલુકાના તમામ ગ્રામ્યના વાડી વિસ્તારોમાં વીજ કરંટ મુકતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નિષ્ફ્ળ રહી છે વન વિભાગ આ કાર્યવાહી કરવામાં નિષ્ફ્ળ જતા મહુવામાં એક જ મહિનામાં બે સિંહના મૃત્યુ થયા છે હવે જોવાનું રહ્યું કે વન વિભાગ દ્વારા મહુવાની ગ્રામ્ય વિસ્તારોમાં વાડીઓમાં વીજ કરંટ મુકેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહ્યું
વન્યપ્રેમીઓમાં ભારે રોષ
મહુવા પંથકમાં અગાઉ પણ સિંહના શંકાસ્પદ રીતે મૃત્યુ થયા છે ભારત સરકાર દ્વારા સિંહ ઉપર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે ત્યારે મહુવામાં સિંહના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે મહુવા વન વિભાગ તંત્ર ઘોર નિંદ્રામાં હોય અને સિંહનું ધ્યાન રાખવામાં કમજોર હોય તેવું લાગી રહ્યું છે સિંહના મૃત્યુ અંગે વન્ય પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે