કોઈ પણ નાના મોટા શહેરોમાં બાયપાસ રોડ કે પછી સ્થાનિક મહા નગરપાલિકા કે નગરપાલિકા દ્વારા રહેણાંકી વિસ્તારમાં થી સૂચિત માર્ગો ખોલવામાં આવતા હોય છે ત્યારે જો સિહોર શહેરમાં આવેલ સૂચિત રસ્તાઓ ખોલવામાં આવે તો સિહોરમાંથી પસાર થતા ભાવનગર રાજકોટ હાઇવે રોડ પરનાં ટ્રાફ્કિ નું ભારણ ઘટી જાય અને સિહોરના વિકાસમાં વધારો થાય તેમજ સિહોરના વિકાસને ચાર ચાંદ લાગી જાય તેમ છે. આ માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે હવે જરૂરી બન્યું છે.
સિહોર શહેરની 85 હજારની વસ્તી અને ચાર ચાર ઔદ્યોગિક જીઆઇડીસીઓ અને તેમાં રોલિંગ મિલો વિવિધ ઔધોગિક એકમો આવેલા છે તેમનું ટ્રાફ્કિ તેમજ ભાવનગર , વરતેજ તરફ્થી રાજકોટ તરફ્ જતા નાના મોટા વાહન ચાલકોને લીધે ભાવનગર રાજકોટ હાઇવે રોડ ચોવીસ કલાક ટ્રાફ્કિ થી સતત ધમધમતો રહે છે જેને લીધે આ ધોરીમાર્ગ એટલો સાંકડો થઈ ગયો છે, કે ન પૂછો વાત.જેને લીધે સિહોરવાસીઓને હાઈવે રોડ પર થી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સતત અકસ્માત ની ભિતી સેવાઇ રહી છે.
સિહોરની દાદાની વાવ થી ટાણા ચોકડી સુધીના રહેણાંકી વિસ્તારમાંથી સિહોર નગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગમાં સમાવેશ કરવામાં આવેલ સૂચિત માર્ગો ચાલું કરવામાં આવે તો શહેરનું ટ્રાફ્કિ વહેંચાય જાય અને સમસ્યા હલ થઈ શકે તેમ છે. તેમજ આ વિસ્તારમાંથી પસાર થતાં લોકો ને રાજકોટ રોડ પર જવાનું અંતર પણ ઘટાડો થાય.
સિહોર શહેરનાં અંદરનાં જો સૂચિત રસ્તાઓ ખોલવામાં આવે તો આસપાસના વિસ્તારમાં આવેલા રહેણાંકી વિસ્તારોમાં પણ વિકાસની શકયતાઓ વધી જાય તેમ છે. સિહોર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સિહોર શહેરમાં સ્થાયી થવા ઈચ્છી રહ્યાં છે ત્યારે સિહોર શહેરમાં જો સૂચિત માર્ગો શરૂ કરવામાં આવે તો ભાવનગર રાજકોટ રોડ પરનું ટ્રાફ્કિનું ભારણ ઘટી શકે તેમ છે આ માટે સિહોર નગર પાલિકા એ સિહોરવાસીઓના હિત માટે સુચારું આયોજન કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે.
સિહોરમાં થી પસાર થતા હાઇવે રોડ પરના ટ્રાફ્કિ નું ભારણ ઘટાડવા માટે વિકલ્પો
1. જો તંત્ર ધારે તો સિહોર પાસેનાં ખાખરિયાના પાટીયાથી વળાવડ ફટક પાસે થી બાયપાસ રોડ કાઢી તેમ છે જેનો સર્વે પણ થઈ ચૂક્યો છે. આ બાયપાસ રોડ નિકળે તો ભાવનગર રાજકોટ હાઇવે રોડ પરના વાહનો ને સિહોર શહેરમાં થી પસાર થવું ન પડે.
2. સિહોર શહેરમાં આવેલ મારૂતીનગર સ્ટેશન વિસ્તારમાં આવેલ સોસાયટીઓ માટે ગરીબશાપીર ફટક સુધી નો જે ટી.પી. રોડ ખોલવામાં આવે તો માત્ર એક થી દોઢ કિલોમીટર નું અંતર રહેશે અને ટ્રાફ્કિ વહેંચાય જતાં રાજકોટ હાઇવે રોડનું ટ્રાફ્કિ ભારણ ઘટી શકે તેમ છે.