23.4 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
23.4 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagar પેરોલ ફર્લો સ્કવોડની કાર્યવાહી, દેશી બનાવટ પિસ્ટલ સાથે 1 શખ્સને ઝડપ્યો

Bhavnagar પેરોલ ફર્લો સ્કવોડની કાર્યવાહી, દેશી બનાવટ પિસ્ટલ સાથે 1 શખ્સને ઝડપ્યો


ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ બેફામ બનતા અસમાજિક ત્તત્વો પર લગામ લાવવા પ્રયાસ કરે છે. પેરોલ ફર્લો સ્કવોડે તાજેતરમાં દેશી બનાવટની પિસ્ટલ,કાર્ટીસ તથા છરી સહીત એક ઇસમને ઝડપી પાડ્યો. આરોપી વિરૂધ્ધ આર્મ્સ એક્ટની તથા જી.પી.એકટની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

સ્કવોડની મળી બાતમી

શહેરમાં લુખાતત્ત્વો પર લગામ કસવા પેરોલ ફર્લો ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતું હોય છે. સ્થાનિકોને આવા લુખાત્ત્તવોથી હેરાનગતિનો સામનો ના કરવો પડે માટે સતત પેરોલ ફર્લો ટીમ પેટ્રોલિંગની કામગીરી કરે છે. ગઈકાલે પેટ્રોલિંગની કામગીરી દરમ્યાન પેરોલ ફર્લો સ્ટાફની બાતમી મળી હતી કે એક શખ્સ પાસે દેની બનાવટની પિસ્ટલ છે. મળેલ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડ સ્થાન પર પંહોચી અને એક શખ્સને ઝડપી પાડ્યો. આ શખ્સ પાસેથી સ્કવોડને દેશી બનાવટ ની પિસ્ટલ ઉપરાંત કાર્ટીસ અને એક છરી જેવા હથિયાર પણ મળી આવ્યા.

આરોપીને ઝડપ્યો

પેરોલ ફર્લો સ્કવોડે ચિત્રા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઇ ઉર્ફે પકો દલપતભાઇ મકવાણા ને ઝડપી પાડ્યો. આ શખ્સ લોકો માટે વધુ નુકસાનકારક હથિયાર રાખતો હતો. પોતાની પાસે પિસ્ટલ જેવું હથિયાર રાખવું તે ગુનાપાત્ર ગણવામાં આવે છે. પિસ્ટલ કે બંદૂક જેવા હથિયાર રાખવા માટે પરમિશન લેવી પડતી હોય છે. આ માટે જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે તેના બાદ જે-તે શખ્સ પિસ્ટલ, ગન કે બંદૂક જેવા હથિયાર પોતાના કબજામાં રાખી શકે છે.જો કે ચિત્રા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ પાસે આવી કોઈ પરમિશન નહોતી છતાં દેશી બનાવટની પિસ્ટલ રાખી હતી.આ ઉપરાંત તેમની પાસેથી મળી આવેલ પિસ્ટલનું મેગજીન તેમજ જીવતા કાર્ટીસ અને એક છરી જેવા હથિયાર અન્ય માટે વધુ નુકસાનકારક હોવાથી આરોપીની અટકાયત કરવામાં આવી.હથિયાર ક્યાંથી આવ્યું ? કોણે આપ્યું ? અને આરોપી આ હથિયારનો શું ઉપયોગ કરવાનો છે તેને લઈને વધુ તપાસ હાથ ધરાશે. વધુ તપાસ માટે આરોપીને બોરતળાવ પોલીસ મથક માં સોપવામાં આવ્યો.

સ્કવોડની કામગીરી

પેરોલ ફર્લો સ્કવોડ પોલીસની કામગીરીમાં સહાયતા કરે છે. આ સ્કવોડમાં એક પીએસઆઇ સહિત છ સભ્યોની ટીમ હોય છે. આ સ્કવોડ દ્વારા નાસી ગયેલા આરોપીને પકડવા માટે તેમજ શહેરમાં શંકાસ્પદ લાગતા વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખી તેમની અટકાયત કરવામાં આવતી હોય છે. શંકાસ્પદની અટકાયત કર્યા બાદ વધુ તપાસ માટે તેને પોલીસને સોંપી દેવામાં આવે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય