ભાવનગર-ઓખા ટ્રેન 10 દિવસ માટે આંશિક રીતે રદ્દ

0

[ad_1]

Updated: Jan 3rd, 2023

– ડબલ ટ્રેકના કામ માટે લેવાયેલા બ્લોકને કારણે રેલ ટ્રાફિકને અસર

– અન્ય ટ્રેનો 20 મિનિટથી દોઢ કલાક સુધી મોડી થશે, વેરાવળ ટ્રેન પણ શોર્ટ ટર્મિનેટ કરાઈ

ભાવનગર : ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન ડબલ ટ્રેકના કામ માટે લેવાયેલા બ્લોકને કારણે ૧૦ દિવસ માટે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર મંડળમાંથી પસાર થતી અન્ય કેટલીક ટ્રેનો ૨૦ મિનિટથી દોઢ કલાક સુધી મોડી કરવામાં આવી છે.

રાજકોટ મંડળના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાગડિયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકનું કામ કરવાનું હોવાથી બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે તા.૪-૧થી તા.૧૬-૧ સુધી રેલ ટ્રાફિકને અસર થનાર છે. જેમાં તા.૪-૧થી તા.૧૪-૧ સુધી ભાવનગર-ઓખા ટ્રેન સુરેન્દ્રનગર સુધી જ ચાલશે. સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ્દ કરાઈ છે. ઓખા-ભાવનગર ટ્રેન તા.૫-૧થી તા.૧૫ સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર વચ્ચે જ દોડશે. ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આ ટ્રેનને આંશિક રીતે રદ્દ રહેશે. આ ઉપરાંત અમદાવાદ-વેરાવળ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તા.૫-૧થી તા.૧૫-૧ સુધી અમદાવાદ-સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે. વેરાવળ-અમદાવાદ ટ્રેન સુરેન્દ્રનગરરથી અમદાવાદ સુધી દોડશે. જ્યારે ડબલ ટ્રેકના કામને કારણે બુધવાર અને ગુરૂવારની મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તેમજ બુધવારની હાપા-મડગાંવ એક્સપ્રેસ માર્ગમાં ૨૦ મિનિટ મોડી થશે. શુક્રવારની ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં ૧-૪૫ કલાક અને મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર ટ્રેન તેમજ જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ ટ્રેન માર્ગમાં ૨૦ મિનિટ મોડી થશે તેમ ભાવનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *