ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે મેગા ડિમોલિશનની કામગારી તેજ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે 2 હજાર વિઘામાં દબાણો હટાવવા બુલડોઝર કાર્યવાહી હાથધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો એક સમયે જમાનો હતો. ભારતનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આજે પોતાની શાન ગુમાવી રહ્યું છે. તેવામાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે 2 હજાર વિઘામાં દબાણો હટાવવા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે અલંગ મણાર ગામની સરકારી પડતર જમીન પર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.
ગઈકાલે 36 આસામીઓ હાઈકોર્ટમાં સ્ટે માટે ગયા હતા. હાઈકોર્ટે સ્ટે ન આપતા તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2 હજાર વિઘામાં દબાણો હટાવવા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ડિમોલિશનની કાર્યવાહી વચ્ચે પોલીસ બંદોબસ્ત સહિત એમ્બ્યુલન્સ સહિતની સેવાઓને સ્થળ પર સ્ટેન્ડબાય રખાઈ છે.
શું છે સમગ્ર મામલો?
ગઈકાલે રવિવારે 36 આસામીઓ હાઇકોર્ટમા ગયા હતા. કોર્ટે સ્ટે ન આપતા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. હાઇકોર્ટે તળાજા ડે. કલેકટર ને સાંભળ્યા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે અલંગ મણાર ગામની સરકારી પડતર અને ગૌચરણ પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. એમ્બ્યુલન્સ સહિતની સેવાઓ પણ સ્થળ પર સ્ટેન્ડ બાય રખાઈ છે. ૨૦૦૦ વિઘામાં દબાણો દૂર કરવા બુલડોઝર ફેરવાયું છે.