– શનિવારે લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી હતુ, ર૪ કલાકમાં 3.1 ડિગ્રીનો ઘટાડો
ભાવનગર : છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં લઘુત્તમ તાપમાન ઘટતા તેમજ ઠંડો પવન ફુંકાતા લોકોને ઠુઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીના કારણે લોકોમાં ધુ્રજારો જોવા મળ્યો હતો. હજુ આગામી કેટલાક દિવસ ઠંડીનુ જોર યથાવત રહે તેવી શકયતા છે.