ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જેમાં ભાવનગરમાં અત્યાર સુધીમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. તેમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. નિર્મળનગર, માધવરત્ન બિલ્ડીંગ પાસે પાણી ભરાયા છે. જેમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. મનપાનું તંત્ર પાણીના નીકાલને લઈ નિષ્ફળ નીવડ્યું છે.
શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આવ્યો
શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જેમાં શહેરમાં ગત રાત્રીથી અત્યાર સુધીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેરમાં નજીવા વરસાદને લઈ શહેરના અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા છે. તેમજ ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. લાંબા સમયના વિરામ બાદ ફરી આજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ભાદરવાના આક્રમક તાપ અને ભારે બફારા બાદ આજે બપોરે ધોધમાર વરસાદ આવ્યો છે. ઉભેલા પાક ને પાણી અછત પડી રહી હતી, ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડતાં જાણે પાક પર કાચું સોનું રૂપી વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
આજે બપોરે દોઢ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે
આજે બપોરે દોઢ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. તેમાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે, હવામાનમાં ઠંડક પ્રસરી જવા પામી હોવાથી લોકો ખુશખુશાલ જોવા મળ્યા છે. ગારીયાધાર તાલુકો ખેતી પ્રધાન હોવાથી અત્યાર સુધી સારા વરસાદના કારણે સારો પાક ખેતરોમાં હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો જેવા કે આશ્રમ રોડ, બાયપાસ રોડ, વાવ દરવાજા, રૂપાવાતી રોડ, પચ્છેગામ રોડ, ફૂલવાડી પ્લોટ સહિત જે રોડ છે તેના પર પાણી ફરી વળ્યા છે. પચ્છેગામ, ગણેશ ગાઢ, પાલડી, રૂપાવાતી, પર્વડી, રતન વાવ, પાંચ તોબરા સહિતના ગામોમાં વરસાદ આવ્યો છે.