ભગવાન વિષ્ણુની પ્રિય ષટતિલા એકાદશીએ ભૂલથી પણ ન કરશો આ ભૂલ

0

[ad_1]

  • આ વર્ષે ષટતિલા એકાદશીનું વ્રત 18 જાન્યુઆરીએ કરવામાં આવશે
  • ષટતિલા એકાદશીના દિવસે ખરાબ શબ્દો ન બોલો. ખોટું બોલવાનું ટાળો
  • ષટતિલા એકાદશી પર તલનું દાન કરવાનું વિશેષ મહત્વ

પોષ વદ એકાદશીએ ષટતિલા એકાદશી છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરીને અને આ દિવસે વ્રત રાખવાથી મનવાંછિત ફળ મળે છે. આ દિવસે જે સાધક ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરે છે, તલનું દાન કરે છે અને પોતે તલનું સેવન કરે છે, તેના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ વર્ષે ષટતિલા એકાદશીનું વ્રત 18 જાન્યુઆરીએ કરવામાં આવશે.

ષટતિલા એકાદશી પર આ ભૂલો ન કરશો

1. ષટતિલા એકાદશીના દિવસે રીંગણ અને ચોખાનું સેવન ન કરવું જોઈએ.

2. આ દિવસે માંસ, મદીરાનું સેવન ન કરો અને બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરો.

3. ઉપવાસ કરનાર સાધકે પથારીને બદલે જમીન પર સૂવું જોઈએ, આરામ કરવો જોઈએ.

4. ષટતિલા એકાદશીના દિવસે ખરાબ શબ્દો ન બોલો. ખોટું બોલવાનું ટાળો.

5. ષટતિલા એકાદશીના દિવસે ફૂલ, પાંદડા કે ડાળીઓ તોડવા નહીં.

આ કામ ષટતિલા એકાદશી પર અવશ્ય કરવું

1. ષટતિલા એકાદશી પર તલનું દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તમે તલથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો.

2. આ દિવસે શ્રી હરિ ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

3. જે વ્યક્તિએ ષટતિલા એકાદશીનું વ્રત લીધું હોય તેણે પાણીમાં તલ નાખીને સ્નાન કરવું જોઈએ.

4. ષટતિલા એકાદશીના વ્રતની કથા સાંભળ્યા બાદ તલ ચઢાવવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *