ભિખારી પાક.ને UAE, સાઉદીની સલાહ, ભારત સાથે મિત્રતા કરી લો!

0

[ad_1]

  • પાક.ની મદદ કરવા મુદ્દે સાઉદી-UAEએ પોતાના હાથ પાછા ખેંચ્યા
  • સાઉદીના ઇશારા પર કામ કરતું OIC પણ હાલ ચૂપચાપ બેઠું છે
  • પાડોશી દેશ પાકિસ્તાનને આંચકા પર આંચકા મળી રહ્યા છે

હાલ ભારે આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનને આંચકા પર આંચકા મળી રહ્યા છે. IMF દ્વારા આંચકો અપાયા બાદ હવે પાકિસ્તાનની નજીક રહેલા દેશોએ પણ તેને ચોખ્ખો જવાબ આપી દીધો છે. સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમિરાતે પાકિસ્તાનને કહ્યું છે કે તે કાશ્મીર મુદ્દે મગજ ખપાવ્યા વિના ભારત સાથે મિત્રતા કરીને વિવાદને સમાપ્ત કરી દે. યુએઇ અને સાઉદી અરબ બંનેએ પાકિસ્તાનને સલાહ આપી છે કે તે હવે કાશ્મીર મુદ્દે શાંત થઇ જાય. ઉલ્લેખનીય છે કે હજુ હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાજ શરીફે કહ્યું હતું કે, તેઓ પીએમ મોદીને સંદેશ આપવા માગે છે કે બંને દેશ વચ્ચે શાંતિની સ્થાપના થાય. પરંતુ તે બાદ પાક. પીએમઓ દ્વારા કહેવાયું હતું કે કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ થાય તે બાદ જ વાતચીત થવાની સંભાવના છે. સાઉદી અરબ આ વાત સમજી ગયું છે કે પાકિસ્તાન પોતાની આર્થિક સ્થિતિ સુધારવાની જગ્યાએ માત્ર રાજકીય લાભ માટે જ કાશ્મીર રાગ આલાપતું રહે છે. તે દુનિયાના દરેક મંચ પર વિકાસની વાત કરવાની જગ્યાએ આ મુદ્દાને આગળ કરે છે. તેવામાં સાઉદી અરબે પણ હવે પોતાના હાથ ખેંચી લીધા છે. જ્યારે યુએઇએ તો પાકિસ્તાનના વાંધાવચકાને અવગણીને કાશ્મીરમાં રોકાણ કરવાનો પણ નિર્ણય કરી લીધો છે. ઓઆઇસીની વાત કરીએ તો મુસ્લિમ દેશોનું આ સંગઠન સાઉદી અરબના ઇશારા પર જ કામ કરે છે. તેવામાં ઓઆઈસીના સભ્ય દેશ પણ શાંત બેઠા છે.

પાકિસ્તાન મીડિયામાં પણ ચર્ચા છેડાઈ । પાક. મીડિયાનું કહેવું છે કે ભારતની સાથે સાઉદી અરબ અને યુએઇના સંબંધ ખૂબ જ મજબૂત બની ગયા છે. સાઉદી અરબ અને યુએઇ પણ તેલ ઉપરાંતના સાધન મારફત પોતાના અર્થતંત્રને મજબૂત કરવામાં લાગ્યું છે. ભારત એક મોટું બજાર છે અને જો તેમના માટે ભારતના દરવાજા ખૂલે તો તેઓ ફાયદામાં રહેશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *