સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને ઑક્ટોબર મહિનો બારણે ટકોરા આપી રહ્યો છે. આ વર્ષે ઑક્ટોબર મહિનો તહેવારોનો સૌથી મોટો મહિનો પુરવાર થશે. ગાંધી જ્યંતી, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તમામ મોટા તહેવારો આ મહિનામાં આવવાના છે. આ દરમિયાન ઘરની સાફ-સફાઈથી લઈ નવી ખરીદી કરવી પડશે. આમાં ઘણા પૈસાની જરૂર પડશે. જેથી ઑક્ટોબરમાં તહેવારોને લીધે ઘણા દિવસો સુધી બેંકોમાં રજા રહેવાની છે. આવામાં તમારે આરબીઆઈનું બેંક હોલિ-ડે લિસ્ટ ઉપર જરૂર ધ્યાન આપવું જોઈએ. જેથી છેલ્લી ઘણીએ બેંક બંધ હોવાથી તમારે ધક્કો ખાવો ન પડે.
ઑક્ટોબર મહિનામાં કયારે-કયારે બેંક બંધ રહેશે
1 ઑક્ટોબર – જમ્મુમાં વિધાનસભા ચૂંટણીને કારણે બેંકો બંધ રહેશે.
2 ઑક્ટોબર – ગાંધી જયંતી હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે.
3 ઑક્ટોબર – નવરાત્રિની સ્થાપનાને કારણે જયપુરમાં બેંકોમાં રજા રહેશે.
6 ઑક્ટોબર – રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે.
10 ઑક્ટોબર – અગરતલા, ગુવાહાટી, કોહિમા અને કોલકાતામાં દુર્ગા પૂજા, દશેરા અને મહા સપ્તમીના કારણે બેંકો બંધ રહેશે.
ઑક્ટોબર 11 – અગરતલા, બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, ઈટાનગર, કોહિમા, ઈમ્ફાલ, કોલકાતા, પટના, રાંચી અને શિલોંગમાં દશેરા, મહાઅષ્ટમી, મહાનવમી, આયુધ પૂજા, દુર્ગા અષ્ટમીના કારણે બેંક રજાઓ રહેશે.
12 ઑક્ટોબર – દશેરા, વિજયાદશમી, દુર્ગા પૂજાના કારણે લગભગ સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
13 ઑક્ટોબર – રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
14 ઑક્ટોબર – ગંગટોકમાં દુર્ગા પૂજા અથવા દશેરાને કારણે બેંકોમાં રજા રહેશે.
16 ઑક્ટોબર – અગરતલા અને કોલકાતામાં લક્ષ્મી પૂજાના કારણે બેંકો બંધ રહેશે.
17 ઑક્ટોબર – મહર્ષિ વાલ્મીકિ જયંતિ અને કાંતિ બિહુ પર બેંગલુરુ અને ગુવાહાટીમાં બેંકોમાં રજા રહેશે.
20 ઑક્ટોબર – રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
26 ઑક્ટોબર – ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
27 ઑક્ટોબર- રવિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
31 ઑક્ટોબર – દિવાળીના કારણે સમગ્ર દેશમાં બેંકોમાં રજા રહેશે.
15 દિવસ બેંકોમાં રજા રહેશે
આરબીઆઈ દર મહિનાની શરૂઆત પહેલા બેંક હોલિ-ડેનું લિસ્ટ પ્રસિદ્ધ કરે છે. યાદી પ્રમાણે ઑકટોબરમાં 31 દિવસમાંથી આશરે 15 દિવસ તો બેંકમાં રજા રહેશે. આમાં શનિવાર અને રવિવારની રજાઓની સાથે તહેવારોની રજાઓ પણ સામેલ કરવામાં આવી છે. ઑકટોબરમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીઓને લીધે એક દિવસ બેંક બંધ રહેશે. ગાંધી જયંતી, દુર્ગાપૂજા, દશેરા, લક્ષ્મી પૂજા, દિવાળઈને લીધે પણ બેંકોમાં જુદાજુદા દિવસે રજા રહેવાની છે.
UPI અને નેટ બેન્કિંગ દ્વારા કામ ચાલુ રહેશે
ઑક્ટોબરમાં તહેવારોની સિઝન હોવાથી દેશના ઘણા રાજ્યોમાં બેંકોમાં વિવિધ તહેવારો પર વારંવાર રજાઓ હોય છે, પરંતુ આ પછી પણ તમારું કોઈ અગત્યનું કામ અટકશે નહીં. બેંકની રજા હોય તો પણ તમે વ્યવહારો કરવા માટે UPI, નેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત એટીએમ દ્વારા પણ રોકડ ઉપાડી શકાશે.