Bangladesh: બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદથી લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના થોડા દિવસો બાદ બાંગ્લાદેશના ચટગાંવમાં એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા પૂજારીની ઓળખ શ્યામ દાસ પ્રભુ તરીકે કરવામાં આવી છે, જે કથિત રીતે જેલમાં ચિન્મય કૃષ્ણ દાસને મળવા ગયા હતાં.
પોલીસે શ્યામ દાસ પ્રભુની કરી ધરપકડ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોઈપણ સત્તાવાર વોરંટ સિવાય ધરપકડ કરવામાં આવી છે.