પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી આખા દેશમાં ઈસ્લામીકરણ ઝડપી વધી ગયું છે. સરકારનું તો છોડો હવે બાંગ્લાદેશ સૈન્ય પણ કટ્ટરપંથીઓની સામે ઝૂકતી જોવા મળી રહી છે. પહેલીવાર એવું થયું છે કે જ્યારે બાંગ્લાદેશની સેન્યએ મહિલા સૈનિકોને હિજાબ પહેરવાની મંજૂરી આપી છે. વર્ષ-2000માં બાંગ્લાદેશ સૈન્યમાં મહિલાઓને સામેલ કકવામાં આવી હતી. ત્યારથી સૈન્યમાં હિજાબ પહેરવાની મનાઈ હતી. કટ્ટરપંથનીઓના દબાણ હેઠળ બાંગ્લાદેશ આર્મીએ પોતાના નિયમોમાં હવે ફેરબદલ કરી દીધો છે.
મળતી માહિતી અનુસાર, મહિલા સૈનિકો જો હવે હિજાબ પહેરવા માગે તો પહેરી શકે છે. એજયુટેટ કાર્યાલયે આને લઈ આદેશ બહાર પાડયો છે. જે બાદ હવે મહિલા સૈન્યકર્મીઓ હિજાબ પહરેવાનો વિકલ્પ અપાયો છે. હવે બાંગ્લાદેશમાં મહિલા અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ અને અન્ય સૈન્ય કર્મચારીઓ પર હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. એડજ્યુટન્ટ જનરલના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘3 સપ્ટેમ્બરે એક કોન્ફરન્સમાં એક સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ઈચ્છુક મહિલા કર્મચારીઓને યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી.’
બાંગ્લાદેશમાં મહિલા સૈનિકો માટે હિજાબનો નિયમ
બાંગ્લાદેશના સૈન્યમાં વર્ષ-2000માં મહિલાઓને સામેલ કરવામાં આવી હતી, જે બાદ અત્યારથી જ મહિલાના ડ્રેસની સાથે હિજાબ પહેરવના મંજૂરી નહોતી. જો કે હવે સંસ્થા તરફથી એવો નિર્દેશ અપાયો છે કે જુદાજુદા ગણવેશ આર્મી ડ્રેસ, સાડીની સાથે હવે હિજાબના પણ સેંપલ આપવામાં આવ્યા છે. હિજાબના સેંપલમાં ફેબ્રિક, રંગ અને માપને પણ સામેલ કરાયું છે. સૂચિત હિજાબને પહેરેલી મહિલા સૈન્યકર્મીના રંગીન ફોટા સંબંધિત વિભાગમાં 26 સપ્ટેમ્બર સુધી મોકલવાના કહેવામાં આવ્યા છે.
બાંગ્લાદેશ સૈન્યમાં મહિલાઓની ભરતી
વર્ષ-1997ના પ્રારંભમાં બાંગ્લાદેસની આર્મીમાં પુરુષોની જેમ જ મહિલાઓને ઓફિસર બનવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્રથમવાર વર્ષ-2000માં બાંગ્લાદેસની મહિલાઓ સૈન્યમાં અધિકારી બની અને વર્ષ-2013માં સૈનિક તરીકે મહિલાઓ જોડાઈ. અત્યારે પણ બાંગ્લાદેશમાં મહિલાઓ સૈન્ય અને આર્મર કોરમાં ઓફિસર નથીં બની શકતી.