20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
20 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBanaskantha: જિલ્લા ગ્રામ્યમાં NCC ગર્લ્સ કેડેટ્સ માટે ટ્રેકિંગ કેમ્પ યોજાયો

Banaskantha: જિલ્લા ગ્રામ્યમાં NCC ગર્લ્સ કેડેટ્સ માટે ટ્રેકિંગ કેમ્પ યોજાયો


35 ગુજરાત બટાલિયન, પાલનપુર દ્વારા એનસીસી ગર્લ્સ કેડેટ્સ માટે વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ-3 નું આયોજન કરાયું હતું. કેમ્પમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની 510 ગર્લ્સ કેડેટએ ટ્રેનિંગ હેતુ ભાગ લીધો હતો. 510 કેડેટએ જિલ્લામાં વિવિધ સ્થળોએ ટ્રેકિંગ કર્યું હતું. જેમાં જેસોર હીલ, અંબાજી ગબ્બર અને રાણી ટુંક ખાતે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે બાલારામ પેલેસ, ઉજાણી નેચરલ પાર્ક, દાંતીવાડા ડેમની પણ મુલાકાત લીધી હતી. ૩પ ગુજરાત બટાલિયનના સ્ટાફ દ્વારા કેડેટોને પર્યાવરણના જતન અને સંરક્ષણ વિશે માહિતી અપાઈ હતી. ટ્રેકિંગ દરમિયાન કેડેટોને જંગલી પ્રાણીઓ, પક્ષીઓ અને વિવિધ વૃક્ષો વિશે પણ સમજણ અપાઈ હતી. આ શિબિરનું સમાપન વાઈબ્રન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય