Taliban’s New Rule For Women : તાલિબાન સરકારે અફઘાનિસ્તાનની મહિલાઓ માટે ફરી એક વાર ખૂબ કડક કાયદો બનાવ્યો છે. અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી મહિલાઓ પર ઊંચા અવાજે વાત કરવા પર પ્રતિબંધ હતો. હવે તેમના પર ઊંચા અવાજે નમાઝ અને કુર્આન પઢવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. અફઘાનિસ્તાનના એક મંત્રીએ કહ્યું કે, ‘અફઘાન મહિલાઓને અન્ય મહિલાઓ સામે ઊંચા અવાજે નમાઝ કે કુર્આન પઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.’
મહિલાઓએ નિયમોનું પાલન કરવું પડશે
મંત્રીએ કહ્યું કે, ‘મહિલાઓ અંગેના કાયદામાં સુધારા કરી નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તમામ મહિલાઓએ આ નિયમોનું પાલન કરવું પડશે. આ કાયદા હેઠળ મહિલાઓને મોટેથી વાત કરવા અને ઘરની બહાર હિજાબ વગર ફરવા પર પ્રતિબંધ છે. આ સિવાય છોકરીઓ છઠ્ઠા ધોરણ પછી વધુ શિક્ષણ મેળવી શકશે નહીં.’ નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં મહિલાઓને પહેલાથી જ ઘણા જાહેર સ્થળો અને મોટાભાગની નોકરીઓથી દૂર રાખવામાં આવે છે.
આ પણ વાંચોઃ આ દેશમાં દિવાળીની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો, ભારતીય સમુદાયમાં નારાજગી
અઝાન આપવા પર પણ પ્રતિબંધ
અફઘાનિસ્તાનના ધર્મ મંત્રી ખાલેદ હનાફીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, ‘કોઈ મહિલા માટે અન્ય પુખ્ત વયની મહિલાઓની સામે કુરાનની આયતોનો પાઠ કરવો પ્રતિબંધિત છે. તેમને તકબીર (અલ્લાહુ અકબર) બોલવાની પણ મંજૂરી નથી. મહિલાઓને અઝાન આપવાની પણ મંજૂરી નથી.’
આ પણ વાંચોઃ મેક્સિકોના જંગલોમાં સદીઓ જૂની માયા સભ્યતાનું 50000 લોકોના ઘર ધરાવતું મોટું શહેર મળ્યું