સુંદરતા વધારવા ઓછા ખર્ચે કરો બેકિંગ સોડાનો ઉપાય, મળશે ગજબનો ગ્લો

0

[ad_1]

  • નારિયેળ તેલ, લીંબું અને સોડાથી ડાઘ ધબ્બા થશે દૂર
  • દૂધ અને સોડાના ઉપયોગથી સ્કીન ક્લિન્ઝિંગમાં મળશે મદદ
  • લીંબુનો રસ, ગુલાબજળ અને સોડાની પેસ્ટ આપશે સ્કીનને ખાસ ગ્લો

સ્કીન પર ડાઘ ધબ્બા થઈ જાય તો ચહેરાની સુંદરતામાં ડાઘ લાગે છે. એવામાં મહિલાઓ તેને લઈને વધારે પઝેસિવ હોય છે. કેટલીક બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ સ્કીનને નુકસાન પણ કરે છે. પણ જો તમે મોંઘી પ્રોડક્ટને બદલે ઓછા ખર્ચે સારું રીઝલ્ટ મેળવવા ઈચ્છો છો તો તમે સ્કીનને માટે ખાસ રીતે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે અન્ય કેટલીક વસ્તુઓને મિક્સ કરી લેવાથી પણ તમને ફાયદો થઈ શકે છે. તમારી ડાઘ ધબ્બાની સમસ્યા જલ્દી દૂર થશે. તો જાણો કઈ રીતે ઉપયોગમાં લઈ શકાશે.

નારિયેળ તેલ, લીંબુ અને બેકિંગ સોડા

નારિયેળ તેલમાં લીંબુનો રસ અને બેકિંગ સોડા સાથે મિક્સ કરીને ઉપયોગ કરો તો ચહેરાના ડાઘ ધબ્બા સાફ કરવામાં મદદ મળી શકે છે. તેને માટે તમે એક બાઉલમાં 1 ચમચી નારિયેળનું તેલ લો અને તેમાં 4-5 ટીપાં લીંબુનો રસ અને અડધી ચમચીથી ઓછો બેકિંગ સોડા લો. આ તમામ વસ્તુને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાની 5 મિનિટ સુધી મસાજ કરો. ચહેરા પર તેને 10 મિનિટ રહેવા દો અને તેના પછી ફેસ વોશ કરી લો.

દૂધ અને બેકિંગ સોડા

બેકિંગ સોડા અને દૂધથી તમે સ્કીનના ડીપ ક્લિન્ઝિંગમાં મદદ મેળવી શકો છો. 2 ચમચી દૂધમાં બેકિંગ સોડા ઉમેરીને એક પેસ્ટ બનાવો. તેને ડાર્ક સ્પોટ પર લગાવીને 15 મિનિટ સુધી રહેવા દો. આ પછી સાદા પાણીથી ફેસવોશ કરી લો.

નારંગીનો રસ અને બેકિંગ સોડા

નારંગીનો રસ સ્કીન માટે લાભદાયી હોય છે કેમકે તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સ્કીનમાં કોલેજન પ્રોટીનને વધારો આપે છે અને ડાઘ ધબ્બાને હળવા કરવામાં મદદ કરે છે. દૂધની જેમ 1-2 ચમચી નારંગીનો જ્યૂસ અને બેકિંગ સોડા મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવીને 15 મિનિટ માટે રહેવા દો. આ પછી તેને ધોઈ લો. તમને તરત અને સારું રીઝલ્ટ મળશે.

લીંબુનો રસ, ગુલાબ જળ અને બેકિંગ સોડા

સ્કીનને ચમકદાર અને ગ્લોઈંગ બનાવવા માટે બેકિંગ સોડા અને લીંબુની સાથે ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્કીન પર લગાવીને સૂકાવવા દો. તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ કામ અઠવાડિયામાં 2 વાર કરો અને તેનો ફાયદો મેળવો.

બેકિંગ સોડાનો ઉપયોગ કરતા ધ્યાન રાખો કે જો તમે તેના ઉપયોગના પ્રમાણમાં પૂરતું ધ્યાન નહીં આપો તો તમે કોઈ ગંભીર સમસ્યાનો સામનો કરી શકો છો. શક્ય હોય તો કોઈ પણ પ્રયોગ ચહેરા પર કરતા પહેલા તમે તેને હાથ પર થોડું એપ્લાય કરીને તેની સાઈડ ઈફેક્ટ ચેક કરો. પછી જ ઉપયોગ કરો.  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *