– 11 શખ્સે અપહરણ કરી 50 કરોડની ખંડણી માંગી હતી
– મૃત્યુદંડ અથવા આજીવન કેદને પાત્ર ગંભીર પ્રકારનો ગુનો હોવાની સરકારી વકીલની દલીલને કોર્ટે ગ્રાહ્ય રાખી જામીન ફગાવી દીધા
બોટાદ : બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામે રહેતા ઓઈલ મીલના વેપારીનું અપહરણ કરી ૫૦ કરોડની ખંડણી માંગવાના ચકચારી કેસમાં મુખ્ય ભેજાબાજ શખ્સની બોટાદ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના ભદ્રાવડી ગામે રહેતા વિપુલભાઈ નંદલાલ શેખનું ગત તા.૨૮-૧૨-૨૦૨૪ના રોજ ભદ્રાવડીથી હડદડ રોડ પરથી કારમાં અપહરણ કરી વીછિંયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લઈ જઈ લાકડી વડે આડેધડ માર મારી રૂા.