ભાદ્રોડથી વાલાવાલ રોડની દુર્દશા, માર્ગ અને મકાન વિભાગની કચેરીને તાળાબંધીની ચિમકી અપાઈ

0

[ad_1]

Updated: Jan 28th, 2023

– 30 ગામોને સ્પર્શતા પ્રશ્નો અંગે તંત્રના આંખ આડા કાન

– રોડની બંને સાઈડના ઉંડા અને પહોળા ખાળીયા સંપૂર્ણપણે બૂરાઈ ગયા, ઝાડી-ઝાંખરાનો ભારે ઉપદ્રવ

મહુવા : મહુવા તાલુકાના ભાદ્રોડથી વાલાવાવ વાયા તરેડીવાળો રોડ લાંબા સમયથી તદ્રન બિસ્માર હાલતમાં છે.ભાવનગર જિલ્લા વહિવટીતંત્ર આ ખખડધજ રોડ નવો બનાવવામાં નહિ આવે તો સ્થાનિક ગ્રામજનો દ્વારા કાયદાનો સવિનય ભંગ કરીને તંત્રવાહકોની આળસ ઉડાડવા સ્થાનિક આગેવાનો દ્વારા  મહુવાના આરામગૃહમાં માર્ગ અને મકાન વિભાગની કચેરીને અલીગઢી તાળાબંધી કરીને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચિમકી ઉચ્ચારાઈ છે. 

ભાદ્રોડથી વાલાવાવ વાયા તરેડીવાળો માર્ગ ખખડધજ થઈ ગયેલ છે. આ માર્ગમાં વર્ષો પહેલા પાંચથી પંદર ફૂટ ઉંડો ખાડો હતો તે ૧૯૭૮ ના દુષ્કાળમાં તે સમયની સરકારે રાહતકામ શરૂ કરાવી રૂા ૩૦,૯૭૦૦ માં ટનાટન બનાવ્યો હતો. બાદ ૨૦૦૬માં સરકારે આશરે રૂા ૮ કરોડમાં આ ડામર રોડ મંજુર કરી બનેલો ત્યારથી તે આજ સુધીમાં ભાદ્રોડથી વાલાવાવ સુધીના રોડની મરામત કરવા પાછળ ૨૦ કરોડથી વધારે ખર્ચ કરાયો છે. તેમ છતાં આ રોડ ચોમાસુ જાય એટલે તુટી જાય છે તે મોટા ભ્રષ્ટાચારની સાબિતી સમાન છે. છેલ્લા ચાર વર્ષથી ખખડધજ હાલતના આ રોડ અંગે સ્થાનિક આગેવાનોએ બેથી વધુ વખત રજુઆત કરી હતી.તેમજ અનેક વખત મૌખીક રજુઆતો કરાઈ હતી. પણ દર વર્ષે દિવાળી બાદ તે થઈ જશે. તેવુ કહેવામાં આવે છે. તળાજા અને મહુવા તાલુકાના ૩૦ જેટલા ગામોના લોકોને સ્પર્શતા આ અત્યંત મહત્વના પ્રાણપ્રશ્ને માર્ગ અને મકાન વિભાગના બાબુઓ ઠાગાઠૈયા કરી રહ્યા છે. તે બીલકુલ યોગ્ય નથી. આ રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. આ રોડ દશથી વધુ જગ્યાએ ધોવાઈ ગયો છે. અત્રે યુધ્ધના ધોરણે નાળુ બનાવવાની અત્યંત આવશ્યકતા જણાઈ રહી છે. તરેડીની નદી પરના કરોડો રૂપીયાના ખર્ચે બ્રીજ બનાવાયો છે.તેની નવી ૪૦ ફૂટની રક્ષક દિવાલ દૂર ફંગોળાઈ ગયેલ છે. રોડની બંને સાઈડના ઉંડા અને પહોળા ખાળીયા સંપૂર્ણપણે બુરાઈ ગયા છે. તે ખાળીયા નવા કરવા, આ રોડ પરના ઝાડી ઝાંખરાઓ દૂર કરવામાં આવે તે પણ જરૂરી છે. ઉપરોકત સમસ્યાઓ અંગેની રજુઆતો પ્રત્યે સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા હોય તેનાથી કંટાળી જઈને સ્થાનિક આગેવાનોએ આંદોલનના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આર.સી.સી.રોડના નાળીયેરના ફાડાની જેમ બે ભાગ પડી ગયા

તરેડીથી વાલાવાવ બાજુ આશરે ૩૦૦ મીટરનો આર.સી.સી. રોડ રક્ષક દિવાલ નહિ બનાવવાથી આર.સી.સી.ના બે ભાગ નાળીયેરના ફાડાની જેમ પડી ગયા છે. બંને સાઈડ ધોવાણ થવાથી પ્રાણઘાતક અકસ્માત થવાની શકયતા વધી રહેલ છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *