વડોદરામાં લગ્ન પહેલાં બાળકનો રિક્ષામાં જન્મ થયો, યુગલે કચરાપેટીમાં ફેંકી દીધું

0

[ad_1]

  • સમાજમાં બદનામી થશે તેવા ડરને કારણે યુગલે માનવતા નેવે મૂકી
  • નવજાતને પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળી ખાસવાડી સ્મશાનગૃહ પાસે ફેંકી દીધું
  • પોલીસને જાણ થતાં હોસ્પિટલ ખસેડાયું, સારવાર બાદ યુગલને સોંપી દેવાયું

વડોદરાના કારેલીબાગના ખાસવાડી સ્મશાન રોડ પર આજે સવારે ત્યજી દેવાયું નવજાત શિશુ મળી આવ્યું હતું. જો કે મચ્છીપીઠના પ્રેમીયુગલ લગ્નના બંધને બંધાય તે પહેલાં યુવતી ગર્ભવતી થતા અને રિક્ષામાં જ તેને ડિલિવરી થતા ગભરાઈને બાળકનો ત્યાગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી આ જ વિસ્તારના 22 વર્ષીય યુવાનના પ્રેમમાં છેલ્લા ઘણા સમયથી હતા. તેઓ વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. યુવતી સગર્ભા થતાં પેટમાં દુઃખાવો ઉપડતા પ્રેમી યુવાનને જાણ કરી હતી. બંને રિક્ષામાં તેઓ હોસ્પિટલ જવા નીકળ્યા દરમિયાનમાં રિક્ષામાં જ યુવતીને પ્રસૂતિ થઇ ગઇ હતી. લગ્ન પહેલાં પ્રસૂતિ થઈ જતાં પ્રેમીએ નવજાતને શિશુને ખાસવાડી સ્મશાનરોડ ઉપર કચરના ઢગલામાં પ્લાસ્ટીકની થેલીમાં વીંટાળીને નાખી દીધું હતું.

સવારે સવા અગિયારની આસપાસ ગોરવામાં રહેતા ગેરેજ સંચાલક હફીઝઉદ્દીન કુરેશીના ગેરેજ ઉપર એક રિક્ષાચાલક યુવાન આવ્યો હતો. તેણે કચરાના ઢગલામાંથી બાળકનો રડવાનો અવાજ આવતો હોવાની વાત કરતા બંને સ્થળ ઉપર ગયા હતા. જયાં આસપાસ કોઇ નહીં દેખાતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કારેલીબાગ પોલીસે નવજાતશિશુની અહીં કયાંથી આવ્યું તેની તપાસ કરતા પ્રેમી યુગલ અને સંબંધીઓએ આ બાળક પોતાનું હોવાની કબુલાત કરી લીધી હતી. જોકે હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ બાળક પ્રેમીયુગલને સોંપી દેવાયું હતું.

જાન્યુઆરીના અંતમાં જ બંનેનાં લગ્ન થવાના હતા પોલીસે પ્રેમી યુગલની પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. તેઓના લગ્ન જાન્યુઆરીના અંતમાં થવાના હતા. તે પહેલા જ યુવતીને પ્રસૂતિ થઇ ગઇ હતી. આ વાત સમાજમાં ફેલાશે તો આબરૂ જશે. જયારે રિક્ષામાં પ્રસૂતિ થઇ ત્યારે તેઓ ગભરાઇ ગયા હતા. યુવાને યુવતીને હોસ્પિટલમાં મુકી હતી. જયારે નવજાતને ખાસવાડી સ્મશાન રોડ ઉપર પ્લાસ્ટિકની થેલીમાં લપેટી ત્યજી આવ્યો હતો.આ નવજાત શિશુનું વજન 3 કિલો 200 ગ્રામ હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *