Auto Expo 2023 : વોલ્વોની નવી બસ, ફ્લાઈટ જેવો કરાવશે અહેસાસ, જાણો તેની કિંમત

0

[ad_1]

ફ્લાઈટ જેવી સુવિધા ધરાવતી વોલ્વોની નવી બસ, ટચ સ્ક્રીન સાથે એન્ટરટેઈનમેન્ટ સીસ્ટમની પણ બસમાં સુવિધા

પ્લેનના બિઝનેસ ક્લાસ જેવું સીટિંગ, પર્સનલ એન્ટરટેઈનમેન્ટ સ્ક્રીન અને બીજી કેટલીયે સુવિધા બસમાં જ ઉપલબ્ધ

Updated: Jan 13th, 2023

નવી દિલ્હી, તા.13 જાન્યુઆરી-2023, શુક્રવાર

અગ્રણી કાર અને કોમર્શીયલ વ્હીક્લ બનાવતી કંપની વોલ્વોએ તેની પેસેન્જર બસ ૯૬૦૦ને વધારે આધુનિક સ્વરૂપ આપ્યું છે. ડીઝલથી ચાલતી આ બસમાં સામાન્ય સીટીંગ વ્યવસ્થામાં ૫૭ મુસાફર પ્રવાસ કરી શકે છે પણ બિઝનેસ ક્લાસ કે ફેમીલી સાથે લાંબી મુસાફરી માટે આ બસમાં હવે પ્લેનમાં બિઝનેસ ક્લાસની કેબીનની જેમ ૧૦ કેબીન ઉભી કરવામાં આવી છે. 

દરેક કેબીનમાં મુસાફર લાંબા પગ કરી બેસી શકે છે અને સુઈ શકે તેવી વ્યવસ્થા છે. દરેક પેસેન્જરને ટચ સ્ક્રીન સાથે એન્ટરટેઈનમેન્ટ સીસ્ટમ આપવામાં આવી છે. બસની પાછળ ટોયલેટ છે અને એક નાની પેન્ટ્રી પણ જેમાં કેટલીક ચીજો ઉપલબ્ધ હોય તે સીટ ઉપર જ બેઠા બેઠા તે ઓર્ડર કરી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે આ બિઝનેસ ક્લાસ બસ ઓર્ડર અનુસાર બનાવી આપવામાં આવશે અને તેની અંદાજીત કિંમત રૂપિયા બે કરોડ કે તેથી વધારે હશે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *