Auto Expo 2023 : મારુતિ સુઝુકીએ નવા અવતારમાં લોન્ચ કરી ‘જીમ્મી’, જુઓ તેની તાકાત

0

[ad_1]

SUV સેગમેન્ટમાં બજાર હિસ્સો હસ્તગત કરવા માટે મારુતિ સુઝુકીનો ડબલ ધમાકો

વર્ષોથી રાહ જોવાઈ રહી હતી તે જીપ્સીનો નવો અવતાર જીમ્મી અને કોમ્પેકટ સેગમેન્ટમાં ફ્રોન્ક્સ લોન્ચ કરી

Updated: Jan 13th, 2023

નવી દિલ્હી, તા.13 જાન્યુઆરી-2023, શુક્રવાર

મારુતિ સુઝુકી દેશની સાથી મોટી પેસેન્જર કાર ઉત્પાદક અને વેચાણ ધરાવતી કંપની હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહકોનું માનસ બદલાઈ રહ્યું હોવાથી તેનો બજાર હિસ્સો ઘટી રહ્યો છે. એક સમયે ૫૦ ટકા હિસ્સો ધરાવતી આ કંપની હવે દેશમાં ૪૩ ટકા જેટલા વાહનો જ વેચે છે. ગ્રાહકો કાર ખરીદવાના બદલે સ્પોટ્ યુટીલીટી વ્હીકલ (એસયુવી) ખરીદવા તરફ વળી રહ્યા છે અને મારુતિ પાસે આ સેગમેન્ટમાં બહુ વિકલ્પ નહી હોવાથી ગ્રાહકો અન્ય ઉત્પાદકો તરફ જઇ રહ્યા હતા. 

જોકે, નવી દિલ્હીના ઓટો એક્સ્પોમાં બુધવારે ઇલેક્ટ્રિક ગાડીનો કોન્સેપ્ટ રજૂ કર્યા પછી મારુતિ સુઝુકીએ ગુરુવારે ડબલ ધમાકો કર્યો હતો. કંપનીએ એક સાથે બે એસયુવી બજારમાં મૂકી છે. પહેલી ગાડી છે જીમ્મી. જીમ્મીએ એક સમયની પણ બહુ લોકપ્રિય જીપ્સીનો આધુનિક અવતાર છે. સુઝુકી આ ગાડી વિશ્વભરમાં વેચી રહી છે અને તેના ભારતના આગમનની ચાર વર્ષથી રાહ જોવાઈ રહી હતી. 

બીજી ગાડી છે નાની એસયુવી ફ્રોન્ક્સ. ફ્રોન્ક્સ બે અલગ અલગ એન્જીન ક્ષમતા સાથે બજારમાં આવશે અને તેમાં ઓટોમેટીક અને મેન્યુઅલ ગીયર બોક્સ મળશે અને ઇંધણની બચત માટે હાઈબ્રીડ વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ ગાડી હ્યુન્ડાઈની વેન્યુ, ટાટાની પંચ સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે. 

કંપનીએ નવી ગાડી માટે બુકિંગ પણ શરુ કરી દીધું છે પણ તેની કિંમત જાહેર કરી ન હતી. જીમ્મીએ સ્પીડ, રોડ અને ઓફ રોડ એટલે કે ખડક, રણ કે નદીનાળામાં ગાડી ચલાવતા સાહસિકો માટે છે. પાંચ દરવાજા સાથે એકદમ સ્પીડ અને સલામતીનો અનુભવ કરાવતી જીમ્મીનું બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. આ ગાડી મહિન્દ્રાની થાર સામે સીધી સ્પર્ધામાં ઉતરશે. જોકે, કંપનીએ આ ગાડીની કિંમત જાહેર હજુ કરી નથી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *