ઓસ્ટ્રેલિયાએ અફ્ઘાનીસ્તાન સાથેની ODI શ્રેણી રદ કરી

0

[ad_1]

  • માર્ચમાં UAEમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની ODI શ્રેણી રમાવાની હતી
  • તાલીબાને અફઘાનિસ્તાનની મહિલાઓ પર કડક પ્રતિબંધ લાદ્યા હોવાથી મેચ રદ કરાઈ
  • અફ્ઘાનીસ્તાન મહિલા ક્રિકેટ ટીમ ન ધરાવતો ICCનું એકમાત્ર સભ્ય દેશ છે

માર્ચમાં સંયુક્ત આરબ અમીરાતમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની ODI શ્રેણી યોજાવા જઈ રહી હતી. પરંતુ આ સીરીઝ સત્તાવાર રીતે મોકૂફ રાખવાનો નિર્ણય ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન સરકાર સહિત અનેક હિતધારકો સાથે પરામર્શ કર્યા બાદ, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)’ એ ગુરુવારે જાહેરાત કરી હતી કે, તેઓ અફ્ઘાનીસ્તાન સાથેની ત્રણ મેચની શ્રેણીમાં ભાગ નથી લઇ રહ્યા.

એક નિવેદનમાં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તાલીબાને અફઘાનિસ્તાનની મહિલાઓ અને બાળકીઓના શિક્ષણ અને રોજગાર પર કડક પ્રતિબંધો લાદ્યા છે. જે યોગ્ય નથી. આથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અફ્ઘાનીસ્તાન સાથે ODI શ્રેણીની મેચો નહિ રમે.

અફઘાનિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ વગરનું એકમાત્ર ICC સભ્ય રાષ્ટ્ર રહ્યું છે. અફઘાનિસ્તાન આગામી શનિવારથી શરૂ થઈ રહેલા મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપમાં પણ ભાગ લઇ રહ્યું નથી. આમ મહિલા ટીમ ન ધરાવતું અફ્ઘાનીસ્તાન ICCનું એકમાત્ર સભ્ય દેશ છે.

ICC ODI સુપર લીગ પોઈન્ટ UAEમાં ઓફર કરવામાં આવ્યા હતા, આથી ઓસ્ટ્રેલિયા આ સીરીઝની હાર સ્વીકારશે અને સ્પર્ધાના 30 પોઈન્ટ અફઘાનિસ્તાનને આપવામાં આવશે. જો કે, તે ઓસ્ટ્રેલિયા માટે આ શ્રેણી ન રમવું એ થોડું ચિંતાજનક રહેશે કારણ કે ઓસ્ટ્રેલીયા સુપર લીગમાં ટોચના આઠ ક્રમાંકિત દેશોમાં સ્થાન મેળવીને ઓક્ટોબરમાં ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપ માટે ઓટોમેટિક ક્વોલિફિકેશન મેળવી ચુક્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *