ઓસી. ઓપનના ડ્રો જાહેર, નાદાલ અને મેડવેડેવ અંતિમ-8મા ટકરાશે

0

[ad_1]

  • ગ્રાન્ડસ્લેમ : ઇગા સ્વિયાતેક પ્રથમ રાઉન્ડમાં જૂલી નેઇમેઝર સામે ટકરાશે
  • બંને ખેલાડી ગયા વર્ષે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં આમનેસામને થઈ
  • તે અંતિમ-8 તબક્કામાં રશિયાના આન્દ્રે રુબલેવ સામે ટકરાય તેવી સંભાવના

વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ તથા વિમેન્સ સિંગલ્સના ડ્રો જાહેર થયા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્પેનના રફેલ નાદાલનો પ્રથમ મુકાબલો બ્રિટનના જેક ડ્રેપર સામે થશે અને તે ક્વાર્ટર ફાઇનલમાં ડેનિલ મેડવેડેવ સામે ટકરાય તેવી સંભાવના છે. ગયા વર્ષે બંને ખેલાડીઓ આ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં ટકરાયા હતા અને નાદાલે આ મેચ પાંચ સેટમાં જીતવાની સાથે કારકિર્દીમાં 22મો ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત પોલેન્ડની ઇગા સ્વિયાતેકનો પ્રથમ મુકાબલો જર્મનીની જૂલી નેઇમેઝર સામે થશે અને તે ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફ સામે ટકરાઈ શકે છે. આ બંને ખેલાડી ગયા વર્ષે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં આમનેસામને થઈ હતી. આ ઉપરાંત વિમેન્સ સિંગલ્સમાં અમેરિકાની જેસિકા પેગુલાનો સામનો ગ્રીસની મારિયા સક્કારી, રશિયાની ડારિયા કસાત્કિનાનો ફ્રાન્સની કેરોલિના ગાર્સિયા અને ટયૂનેશિયાની ઓન્સ જાબેરનો મુકાબલો બેલારસની આર્યના સબાલેન્કો સામે થઈ શકે છે.

નવ વખતનો ચેમ્પિયન સર્બિયાનો નોવાક જોકોવિચ 2022માં વેક્સિન નહીં લગાવવાના કારણે રમી શક્યો નહોતો. આ વખતે પ્રથમ રાઉન્ડમાં તે સ્પેનના રોબર્ટો કારબોલ્સ સામે રમશે. તે અંતિમ-8 તબક્કામાં રશિયાના આન્દ્રે રુબલેવ સામે ટકરાય તેવી સંભાવના છે. આ ઉપરાંત ક્વાર્ટર ફાઇનલમાં સ્ટેફાનોસ સિત્સિપાસનો કેનેડાના ફેલિક્સ એગુર એલિયાસિમ સામે તથા અમેરિકાના ટેલર ફિત્ઝનો મુકાબલો નોર્વેના કાસ્પર રૂડ સામે થાય તેવી સંભાવના છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *