છાંંયામાં દૂધની ડેરી ધરાવતા યુવાનની હત્યાની કોશિષ

0

[ad_1]

Updated: Jan 30th, 2023


રહસ્યમય બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ

દુકાનમાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો ઃ ૩ ટુકડામાં લોહીથી ખરડાયેલો લાકડાનો ધોકો પણ મળ્યો

પોરબંદર: પોરબંદરના છાંયા વિસ્તારમાં એક યુવાનની તેની જ દૂધની ડેરીમાં હત્યાની કોશિષનો રહસ્યમય બનાવ બનતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

છાંયાની કેનાલ પાસે હનુમાન મંદિરવાળી ગલીમાં રહેતા અંજુબેન જગાભાઈ બાપોદરા નામની ૨૫ વર્ષીય મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિ જગાભાઈ હાથીયાભાઈ બાપોદરા (ઉ.વ.૩૦) તા. ૨૮ના સાંજે તેમનું મોટર સાઇકલ લઇને છાંયા નગરપાલિકા કચેરી સામે આવેલ મીરા ડેરી નામની તેમની દુકાને ગયા હતા. રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી ઘરે પરત નહીં ફરતા અંજુબેને તેના પતિને વોટ્સએપમાં મેસેજ કર્યો હતો તો તેના પતિ જગાભાઈએ પોતે ૧૧ વાગ્યે આવશે તેમ જણાવ્યું હતું. 

આખી રાત્રિ પતિની રાહ જોઇને અંજુબેને પસાર કરી હતી પરંતુ સવારે ૫ વાગ્યા સુધી પતિ ઘરે આવ્યા ન હતા તેથી તેમણે સાસુ લીરીબેનને જાણ કરી હતી. આથી સાસુએ અંજુબેનના જેઠ માલદેભાઈને ફોન કરીને તેનો ભાઇ જગો ઘરે પરત આવ્યો નહીં હોવાથી ડેરીએ તપાસ કરવા જણાવ્યું હતું. તેથી જેઠ માલદેભાઈ અને સલીમ બન્ને ડેરીએ ગયા તો ડેરીનું શટર નીચે હતું પરંતુ તાળું મારેલ ન હતું. અને શટર ખોલીને અંદર જોતા જગો લોહીલુહાણ હાલતમાં ડેરીમાં જ પડયો હતો અને લાકડાનો ધોકો ત્રણ ટુકડામાં લોહીથી ખરડાયેલ પડયો હતો. આથી માલદે અને સલીમ જગાને બાઇકમાં બેસાડીને પોતાના ઘરે લઇ આવ્યા હતાં. બાદમાં તેને ઇમરજન્સી સેવા ૧૦૮ મારફતે તેને દવાખાને લઇ ગયા હતા અને ત્યારબાદ જગાની સ્થિતિ વધુ ગંભીર બનતા તેને અમદાવાદ ખાતે વધુ સારવાર માટે લઇ જવાયો છે. ત્યારબાદ કમલાબાગ પોલીસ મથક ખાતે અંજુબેને એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કોઇ અજાણ્યા શખ્સે પતિ જગા હાથીયા બાપોદરાને મીરા ડેરી નામની દુકાનમાં પ્રવેશ કરી હત્યાની કોશિશ કરી લાકડાનાં ધોકાથી માથામાં ગંભીર ઇજા કરી છે. હત્યાની કોશિષનાં 
રહસ્યમય બનાવમાં પોલીસે બનાવના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.

 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *