ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર હુમલો, ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખ્યા

0

[ad_1]

  • BAPS મંદિરે હુમલાની નિંદા કરી
  • ખાલિસ્તાન જૂથે એક ભારતીય આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલેની પણ પ્રશંસા કરી છે
  • મંદિરની આ તોડફોડ વિક્ટોરિયાના શાંતિપ્રિય હિંદુ સમુદાયને ખલેલ પહોંચાડી: સાંસદ ઇવાન

ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નમાં એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી ચિત્રો બનાવ્યા હતા. મેલબોર્નમાં જે મંદિર પર હુમલો થયો તે BAPS સ્વામિનારાયણ મંદિર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેલબોર્નના મિલ પાર્કમાં આવેલા મુખ્ય હિંદુ મંદિરોમાંના એક સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર “હિન્દુસ્તાન મુર્દાબાદ” ના સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા હતા.

“અમે શાંતિ અને સદભાવ માટે પ્રાર્થના કરીએ છીએ”

હુમલાની નિંદા કરતા BAPS સ્વામિનારાયણ મંદિરે જણાવ્યું હતું કે, “અમે આ તોડફોડ અને નફરતથી ભરેલા હુમલાઓથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છીએ. અમે શાંતિ અને સૌહાર્દની પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં વિગતવાર નિવેદન રજૂ કરીશું.” આ સાથે જ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાન જૂથે એક ભારતીય આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલેની પણ પ્રશંસા કરી છે. આપને જણાવી દઇએ કે ભિંડરાવાલે ખાલિસ્તાની શીખ રાજ્યના વ્યાપક સમર્થક રહ્યા છે, જે ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન માર્યા ગયા હતા.

સાંસદ ઇવાન મુલહોલેન્ડે ઘટનાને વખોડી કાઢી

નોર્ધન મેટ્રોપોલિટન રિજન માટે લિબરલ સાંસદ ઇવાન મુલ્હોલેન્ડે ધ ઓસ્ટ્રેલિયા ટુડેને કહ્યું કે મંદિરની આ તોડફોડ વિક્ટોરિયાના શાંતિપ્રિય હિંદુ સમુદાયને ખાસ કરીને આ પવિત્ર સમયે ખૂબ જ ખલેલ પહોંચાડે છે. મળતી માહિતી પ્રમાણે મેલબોર્નમાં રહેતા હિન્દુ સમુદાયે પોલીસ અને સાંસદો સામે ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. અહીંના સાંસ્કૃતિક મંત્રી પણ આ સ્થળના છે જ્યાં આ ઘટના બની હતી. આ બધુ ગયા વર્ષથી જ ચાલી રહ્યું છે. કેરળ હિન્દુ એસોસીએશને પણ આ ઘટનાની નિંદા કરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *