IPL 2023 બાદ યોજાશે આથિયા-રાહુલના લગ્નનું રિસેપ્શન

0

[ad_1]

  • લગ્નના બંધનમાં બંધાયા કેએલ રાહુલ-આથિયા શેટ્ટી
  • આથિયા-રાહુલના લગ્ન બાદ અન્નાએ મીડિયા સામે જોડ્યા હાથ
  • સુનીલ શેટ્ટીએ મીડિયા સમક્ષ લગ્નના રિસેપ્શન અંગે આપી માહિતી

આથિયા શેટ્ટીના અને ક્રિકેટર કેએલ રાહુલ આજે લગ્નના બંધનમાં બંધાયા છે. લગ્ન બાદ આથિયાના પિતા સુનીલ શેટ્ટીએ મીડિયાના મિત્રો સામે આવી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને મીઠાઈ વહેંચી હતી.

રિસેપ્શન પાર્ટી અંગે કર્યો ખુલાસો

આથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ મીડિયા સાથે વાત કરતા કપલના રિસેપ્શન અંગે પણ વાત કરી હતી. કપલની રિસેપ્શન પાર્ટી IPL 2023 બાદ મુંબઈમાં જ યોજાશે એવો તેમણે ખુલાસો કર્યો હતો. આથિયા-રાહુલ લગ્નના થોડા દિવસની ઉજવણી બાદ પોતાના કામમાં વ્યસ્ત થઇ જશે. રાહુલ જલ્દી ટીમ ઇન્ડિયા સાથે પ્રેક્ટીસમાં જોડાશે, ભારતીય ટીમનું હાલ ખુબ જ વ્યસ્ત શેડ્યુલ છે એવામાં બંને IPL 2023 બાદ જ ફ્રી થશે.

ખંડાલા સ્થિત બંગલામાં લગ્ન કર્યા

આથિયા-રાહુલે સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલામાં લગ્ન કર્યા હતા. આ ભવ્ય લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે ફેન્સ કપલની રિસેપ્શન પાર્ટી અને હનીમૂન સાથે જોડાયેલા સમાચારની રાહ જોઈ રહ્યા છે. તાજેતરની માહિતી અનુસાર, હાલમાં, સ્ટાર કપલનો હનીમૂન પ્લાન કેન્સલ કરવામાં આવ્યો છે. જ્યારે રિસેપ્શન પણ હવે IPL 2023 બાદ જ યોજાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *