ભણવાની ઉંમરે વિદ્યાર્થીને પૈણ ચડ્યું, પરિવારે અટકાવતા ઘર છોડ્યું

0


Updated: Jan 27th, 2023

વડોદરા,તા.27 જાન્યુઆરી 2023,શુક્રવાર

વડોદરામાં ભણવાની ઉંમરે લગ્ન કરવાની જીતે ચડેલી એક યુવતીને પરિવારજનો સાથે માથાકૂટ થતાં ઘર છોડી દીધું હોવાનો બનાવ બનતા અભયમ મદદે આવી હતી.

સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થીની તેના બોયફ્રેન્ડ ના કહેવામાં આવી સ્વચ્છંદી બની જતા પરિવારજનો સાથે રોજેરોજ તકરાર થતી હતી. ભણવાની ઉંમરે બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયેલી વિદ્યાર્થીનિને તેના પરિવારજનો એ સમજાવી હતી.

ગઈકાલે એક લગ્ન પ્રસંગમાં જવા માટે માતા સાથે પુત્રીને ચડભડ થઈ હતી. જેથી તે લગ્નમાં જવા માટે તૈયાર નહીં થતા માતા એ મારપીટ કરી હતી. પરિણામે રોષે ભરાયેલી વિદ્યાર્થીની ઘર છોડી ગઈ હતી. અભયમને જાણ થતા વિદ્યાર્થીની તેમજ તેના પરિવારજનોનું કાઉન્સેલિંગ કર્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *