71 વર્ષની ઉંમરે ઝિન્નત અમાને સોશિયલ મીડિયામાં ડેબ્યૂ કર્યું

0

[ad_1]

  • માત્ર 17 દિવસમાં ઝીનતના 90 હજારથી વધુ ફેલોઅર્સ થયા
  • ઝિન્નતે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ શેર કરી હતી
  • સોશિયલ મીડિયા દ્વારા મુદ્દાઓ ઉજાગર કરી શકીએ : ઝિન્નત

આજકાલ લગભગ બધા જ બોલિવૂડ સેલિબ્રિટી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. આ વચ્ચે દિગ્ગજ એક્ટ્રેસ ઝિન્નત અમાને 11 ફેબ્રુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. માત્ર 17 દિવસમાં ટૂંકા ગાળામાં જ તેમના 93 હજારથી વધુ ફેલોઅર્સ થઇ ચૂક્યા છે. સોમવારે 81K ફેલોઅર્સ પૂરા થયાની ખુશીમાં ઝિન્નતે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ શેર કરતી વખતે તેના ફેન્સ માટે ખૂબ જ ઈમોશનલ નોટ શેર કરી હતી. તસવીરમાં એક્ટ્રેસ પુસ્તક સાથે પોઝ આપતી જોવા મળે છે.

આ દરમિયાન ઝિન્નતે કહ્યું હતું કે, તે સોશિયલ મીડિયા દ્વારા મહત્ત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવશે. પોસ્ટ શેર કરતા ઝિન્નતે લખ્યું હતું કે, ‘હવે 81 હજારથી વધુ લોકો આ પેજ સાથે જોડાયા છે અને હું તમારી કમેન્ટ, શેર, મેસેજ અને પ્રેમથી ખૂબ પ્રભાવિત થઇ છું. પરંતુ હું તમારા બધા જ લોકોના મેસેજ જોઉં છું અને પ્રશંસા કરું છું. આ પ્રેમ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’ ઝિન્નતે વધુમાં લખ્યું હતું કે, ‘છેલ્લા કેટલાંક અઠવાડિયાંથી હું અને મારી ટીમના સભ્યો વારંવાર ચર્ચા કરીએ છીએ કે મીડિયા પર મારા આવવાનો હેતુ શું છે? આ સાથે અમે એ પણ વાત કરીએ છીએ કે ઇન્સ્ટાગ્રામ પર ફેટો, કામ કે યાદો શેર કરવા સિવાય બીજું શું કરી શકીએ? સાચું કહું તો મને લાગે છે કે આપણે સોશિયલ મીડિયા દ્વારા તે મુદ્દાઓને ઉજાગર કરી શકીએ છીએ જે આજના સમાજ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *