એક સમયે આવતા હતા આત્મહત્યાના વિચારો… અત્યારે તબિયત લથડતા અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

0

[ad_1]

  • ઇલિયાના ડીક્રુઝની લથડી તબિયત
  • હોસ્પિટલમાં અભિનેત્રીને કરાઇ દાખલ
  • IV ફ્લૂઇડની ત્રણ બેગ ચઢાવવામાં આવી
ઇલિયાના ડીક્રુઝને બોલિવૂડની ગ્લેમરસ અને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. આજે પણ બરફી ફિલ્મમાં તેમના કામને સમર્થન મળે છે. તેણે બહુ ઓછી હિન્દી ફિલ્મો કરી છે, પરંતુ તેણે જે પણ કામ કર્યું છે તે પ્રશંસનીય રહ્યું છે. માત્ર હિન્દી જ નહીં પરંતુ ઇલિયાના સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પણ જાણીતું નામ છે. તેની છેલ્લી ફિલ્મ ‘ધ બિગ બુલ’ હતી, જેને OTT પ્લેટફોર્મ પર ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. અભિનેત્રી ફરી એકવાર સમાચારમાં છે, પરંતુ આ વખતે કોઈ ફિલ્મને લઈને નહીં, પરંતુ તેની તબિયતને લઈને.
ઇલિયાનાએ હેલ્થ અપડેટ આપી
ઇલિયાના ડીક્રુઝે હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેણે બતાવ્યું હતું કે તેને ફ્લૂઇડ્સ આપવામાં આવ્યું છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેને IV ફ્લૂઇડની ત્રણ બેગ ચઢાવવામાં આવી હતી.
આ સાથે તેણે એક અન્ય ફોટો પણ શેર કર્યો, જેમાં તેણે તે તમામ લોકોનો આભાર માન્યો જેમણે તેની હેલ્થ અપડેટ મેળવવા માટે ફોન કર્યો હતો અને તેના માટે ચિંતા વ્યક્ત કરી હતી. ઇલિયાનાએ કહ્યું કે અત્યારે તે બિલકુલ સ્વસ્થ છે.
બોડી ડિસ્મોર્ફિક ઓર્ડરથી પીડિત હોવાનું બહાર આવ્યું હતું
ઇલિયાના ડીક્રુઝે થોડા વર્ષો પહેલા ખુલાસો કર્યો હતો કે તે બોડી ડિસ્મોર્ફિક ઓર્ડરથી પીડિત છે. તેણે 2017માં ખુલાસો કર્યો હતો કે તે બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડરથી પીડિત હતી. તેને આત્મહત્યાના વિચારો આવતા હતા. આ એવી સમસ્યા છે જેમાં દર્દીને તેના શરીરમાં ખામીઓ શોધે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *