આર્યના સબાલેન્કા ઓસ્ટ્રેલિયન ઓપનની નવી QUEEN બની

0


  • વિમેન્સ સિંગલ્સ : પ્રથમ સેટ હાર્યા બાદ રિબાકિનાને 4-6, 6-3
  • 6-4થી હરાવીને ગ્રાન્ડસ્લેમ જીત્યો
  • ફાઇનલ પહેલાંની તમામ મેચો તેણે બે સેટમાં જીતી લીધી હતી

યુદ્ધમાં રશિયાને સમર્થન આપનાર બેલારુસ ઉપર પ્રતિબંધ હોવાથી સબાલેન્કાને ન્યૂટ્રલ ફ્લેગ હેઠળ રમવું પડયું બેલારુસની આર્યના સબાલેન્કા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની નવી ક્વીન બની ગઈ છે. 24 વર્ષીય સબાલેન્કાએ કારકિર્દીમાં પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. જોકે તેના માટે નિરાશાજનક બાબત એ હતી કે ફાઇનલ વખતે તેના દેશનું નામ તથા ધ્વજ લગાવવામાં આવ્યા નહોતા. આ પહેલાં તે ક્યારેય મેજર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી નહોતી. કઝાકિસ્તાનની ઇલેના રિબાકિના સામે પ્રથમ સેટ હાર્યા બાદ વળતો પ્રહાર કરીને બે કલાક 28 મિનિટ સુધી રમાયેલી ફાઇનલમાં 4-6, 6-3, 6-4થી વિજય હાંસલ કર્યો હતો. 2022ની વિમ્બલ્ડન ચેમ્પિયન રિબાકિનાએ અંતિમ સેટમાં ચાર મેચ પોઇન્ટ બચાવ્યા હતા પરંતુ તે ગ્રાન્ડસ્લેમ જીતવામાં નિષ્ફળ રહી હતી. સબાલેન્કા પૂરા ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન માત્ર એક જ સેટ હારી છે. ફાઇનલ પહેલાંની તમામ મેચો તેણે બે સેટમાં જીતી લીધી હતી. ગયા વર્ષે સબાલેન્કા યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહોંચી હતી પરંતુ તેને પરાજય મળ્યો હતો. જોકે તે બે વખત વિમેન્સ ડબલ્સનો ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકી છે. 2023માં આ તેનો સતત 11મો વિજય છે. આ પહેલાં તેણે એડિલેડ ઇન્ટરનેશનલનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. બંને ખેલાડીઓ વચ્ચે કુલ ચાર મુકાબલા રમાયા છે અને તેમાં સબાલેન્કાએ તમામ જીત્યા છે. 23 વર્ષીય રિબાકિના 2022માં વિમ્બલ્ડનના સ્વરૂપે ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકી છે.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *