સગીરા પર દુષ્કર્મ આચરનારા અર્પિત પટેલને 20 વર્ષની જેલ

0

[ad_1]

  • આ પ્રકારના ગુના આચરનારા પર કોઈ દયા, રહેમ ન રખાયઃ કોર્ટ
  • સખત કેદની સજા ઉપરાંત પીડિતાને વળતરરૂપે એક લાખનો દંડ
  • આરોપી સજા સાંભળતા કોર્ટમાં બેભાન થઇ ઢળી પડયો

બાળકો સાથેનું કોઇપણ જાતીય દુષ્કર્મ અથવા જાતીય સતામણી ખૂબ જ ગંભીરતાથી લેવાવા જોઇએ. બાળકો સાથે આ પ્રકારના જાતીય દુર્વ્યવહારોના આ પ્રકારના ગંભીર ગુનાઓમાં ખૂબ કડકાઇથી વર્તવુ જોઇએ અને પોક્સો એક્ટ હેઠળ આવો ગંભીર ગુનો આચરનાર આરોપી પરત્વે કોઇપણ પ્રકારની દયા કે રહેમ દાખવવા જોઇએ નહી એમ પોક્સો કોર્ટના ડેઝીગ્નેટેડ જજ પરેશ એમ. સયાણીએ ઠરાવ્યું હતું. રામોલમાં સગીર વયની એક બાળા પર લલચાવી ફેસલાવી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી અર્પિત સુરેશભાઇ પટેલને 20 વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. કોર્ટે દંડની રકમ ભોગ બનનાર પીડિતાને વળતર પેટે ચૂકવી આપવા પણ હુકમમાં ઠરાવ્યું હતું. પોક્સો કોર્ટે ચુકાદામાં નીરીક્ષણ કર્યું હતું કે, બાળકો સાથેના દુષ્કર્મ અને જાતીય દુર્વ્યવહારોના કેસમાં સખત અને યોગ્ય સજા ફ્ટકારી સમાજમાં એવો સંદેશો ન્યાયોચિત લેખાશે કે આવા ગંભીર ગુના આચરશે તો તેને સખત સજા થશે.

આરોપી સજા સાંભળતા કોર્ટમાં બેભાન થઇ ઢળી પડયો

આરોપી અર્પિત સુરેશભાઇ પટેલને 20 વર્ષની સખત કેદની સજાનો ચુકાદો સંભળાવતા ભરચક કોર્ટરૂમમાં આરોપીની તબિયત લથડી હતી. આરોપી ગભરામણ અને છાતીમાં દુઃખાવાની ફ્રિયાદ સાથે કોર્ટ રૂમમાં બેભાન થઇ ઢળી પડયો હતો. જેને પગલે તાત્કાલિક કોર્ટ પ્રાંગણમાં 108 બોલાવવી પડી હતી અને એકાદ કલાક સુધી આરોપીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને કોર્ટના હુકમ મુજબ જેલમાં રવાના કરાયો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *