28 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, નવેમ્બર 23, 2024
28 C
Surat
શનિવાર, નવેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeમનોરંજનAR Rahman Divorce: કોણ છે સાયરા બાનો, એ.આર રહેમાન સાથે લીધા ડિવોર્સ

AR Rahman Divorce: કોણ છે સાયરા બાનો, એ.આર રહેમાન સાથે લીધા ડિવોર્સ


ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એઆર રહેમાનના ડિવોર્સ થયા છે. ગઈકાલે રાત્રે તેની પત્ની સાયરા બાનુએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર આપ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે તે તેના 29 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવી રહી છે. આ સમાચારે ગાયકના પ્રશંસકોને ચોંકાવી દીધા છે. જે સાંભળે છે તે આ હકીકત પચાવી શક્યા નથી કે આટલા વર્ષો સુધી એકબીજા સાથે જીવ્યા પછી આ કપલે અચાનક જ અલગ થવાની જાહેરાત કરી દીધી.

કોણ છે સાયરા બાનુ?

ગાયિકા સાયરા બાનુ ગુજરાતના કચ્છના રહેવાસી છે. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1973ના થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયરા ઉચ્ચ-મધ્યમ વર્ગના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના જીવનમાં, તેમણે ઘણા સામાજિક અને સેવાકીય કાર્યોમાં ભાગ લીધો છે. પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન સાથે લગ્ન કર્યા બાદ સાયરા બાનુએ પોતાના અંગત જીવનને એકદમ ખાનગી રાખ્યું હતું.

માતાએ બંનેના નિકાહ કરાવ્યા હતા

એક ઇન્ટરવ્યુ દરમિયાન એઆર રહેમાને જણાવ્યું હતું કે તેની માતાએ સાયરા બાનુ સાથે તેના લગ્ન નક્કી કર્યા હતા. ગાયિકાની માતા અને બહેને સાયરાને પહેલીવાર ચેન્નાઈમાં સૂફી સંત મોતી બાબાની દરગાહમાં જોઈ હતી. એઆર રહેમાને જણાવ્યું હતું કે તેની માતા સાયરા કે તેના પરિવારને ઓળખતી નથી પરંતુ સાયરાનું ઘર દરગાહથી માત્ર 5 ઘર દૂર હતું. સિંગરની માતાએ તેના ઘરે જઈને વાત કરી.

બંને પહેલીવાર ક્યાં મળ્યા હતા

ઓસ્કર વિજેતાએ જણાવ્યું હતું કે તે સાયરા બાનુને તેના જન્મદિવસ પર પ્રથમ વખત મળ્યા હતા. આ ઘટના વર્ષ 1995ની છે. ત્યાર બાદ બંને ફોન પર વાત કરવા લાગ્યા હતા. તે સમયે એઆર રહેમાને તેને અંગ્રેજીમાં પૂછ્યું હતું કે શું તે લગ્ન કરવા તૈયાર છે. બંનેના 3 બાળકો ખતીજા, રહીમા અને અમીન છે.

રહેમાન અને સાયરા બાનુએ સત્તાવાર નિવેદન જાહેર કરીને તેમના અલગ થવાની જાહેરાત કરી

ગઈકાલે રાત્રે એઆર રહેમાન અને સાયરા બાનુએ સત્તાવાર નિવેદન જાહેર કરીને તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. તેમના છૂટાછેડા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી. આ સમાચારે ચાહકોનું દિલ તોડી નાખ્યું છે.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય