23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
23 C
Surat
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagar કોર્પોરેશનમાં જન્મ-મરણના પ્રમાણપત્ર મેળવવા અરજદારોને ખાવા પડે છે ધક્કા

Bhavnagar કોર્પોરેશનમાં જન્મ-મરણના પ્રમાણપત્ર મેળવવા અરજદારોને ખાવા પડે છે ધક્કા


ભાવનગર કોર્પોરેશનમાં જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી અરજદારો હેરાન થઈ રહ્યા છે તેમાં હવે પ્રમાણપત્રમાં સંપૂર્ણ નામનો સુધારો આવતા જન્મ-મરણની બારીઓ ઉપર લાંબી લાંબી લાઈનો લાગી રહી છે ત્યારે તેનો કાયમી ઉકેલ કરવો જરૂરી બન્યું છે.

પ્રમાણપત્ર નહીં મળતા હોવાની ફરિયાદ

ડીજીટલાઇઝેશનના યુગમાં પણ હજુ કોર્પોરેશનમાં પ્રજાજનો લાંબો સમય લાઈનમા ઉભા રહી સમયનો વ્યય કરી રહ્યા છે. કોર્પોરેશને ઘણી સુવિધાઓ ઓનલાઈન કરી પરંતુ લોકો જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવા માટે મનપા કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. મનપા દ્વારા તેના ઉકેલ માટે મુખ્ય કચેરી ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીમાં પણ જન્મ, મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે તેમ છતાં આ પ્રશ્ન નો કાયમી ઉકેલ આવતો નથી. પૂર્વ અને પશ્ચિમ કચેરીએ ઝડપથી પ્રમાણપત્ર નહીં મળતા હોવાની ફરિયાદને કારણે લોકો ધક્કા ખાઈ રહ્યા છે.

અરજદારોની લાઈનમાં લાગ્યા

જન્મ મરણ પ્રમાણપત્ર મેળવવાની બારીઓ સવારે 10:30 થી 1 કલાક દરમિયાન ખુલતી હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા હોવાથી સ્ટેન્ડિંગ કમિટી માં પણ તેના તાત્કાલિક ઉકેલ માટે વ્યવસ્થા ઊભી કરવા સૂચના આપવામાં આવી હતી.તદુપરાંત બારીઓ અને સ્ટાફ વધારવા પણ વિભાગની જાણ કરી હોવા છતાં હજુ સુધી સ્ટેન્ડિંગ ની સૂચનાનું પણ પાલન થતું નથી. જે રીતે અરજદારોનો ઘસારો છે તે પ્રમાણે એક બારી ની વધેલી સુવિધા અને સ્ટાફ ઓછો પડે છે. જેથી લોકો હેરાન થઈ રહ્યા છે.જન્મ, મરણ પ્રમાણપત્ર ના ઈ- ઓળખ સોફ્ટવેરમાં વારંવાર ટેકનિકલ ક્ષતિઓ થવાને કારણે પ્રમાણપત્ર કાઢવામાં લાંબો સમય જાય છે જેથી અરજદારોને નિયત સમયમાં પ્રમાણપત્ર મળતા નથી. કોર્પોરેશનના વર્ષ 2020 પહેલા પોતાના સોફ્ટવેરમાં થતી કામગીરી સમયે તેના ઉકેલ પણ તાત્કાલિક મળી જતા હતા પરંતુ સરકારના ઈ – ઓળખ સોફ્ટવેરને કારણે વધુ મુશ્કેલી રહે છે. રેશનકાર્ડમાં KYC અને આધાર કાર્ડ માટે જન્મના દાખલાના સુધારવા માટે લોકોની ભીડ છેલ્લા બે ત્રણ મહિનાથી વધી રહી છે.

લોકો સમસ્યાનો સામનો કરી રહ્યાં છે

રોજના 300 થી 400 લોકો દાખલામાં સુધારા કરવા કોર્પોરેશન આવે છે. જન્મના દાખલામાં સુધારો કરવા લોકોની સંખ્યા એક સાથે વધી જતા સમસ્યા ઊભી થઈ છે. કોર્પોરેશન દ્વારા હાલમાં એક બારીની સુવિધા વધારી છે પરંતુ જન્મ ના દાખલામાં સુધારા માટે એક સાથે થયેલા ધસારાને પહોંચી શકતા નથી.આ અંગે વિપક્ષના પૂર્વ પ્રમુખ નું કહેવું છે કે તમામ સરકારી કામોમાં લોકો ને હેરાન પરેશાન થવું જ પડે છે આધારકાર્ડ માં સુધારો કરવા માટે પણ લોકો ને ખુબ હેરાન પરેશાન થવું પડે છે.ડીજીટલ યુગમાં સર્વર ડાઉન હોવાનું કહી ને લોકોને હેરાન કરવામાં આવે છે ત્યારે સત્તાધીશો એ આ અંગે યોગ્ય નિર્ણય કરી લોકો ને પડતી હેરાનગતિ ઝડપ થી દુર કરવી જોઈએ.

કાયમી ઉકેલ લાવવા કરી માંગ

ભાવનગર મનપા માં સર્વર ડાઉન હોવાથી શહેરના પ્રજાજનોને લાંબો સમય લાઈનમાં ઉભા રાખી સમયનો વ્યય થઈ રહ્યો છે.મનપા એ ઘણી સુવિધાઓ ઓનલાઈન કરી છે પરંતુ લોકોના જન્મ મરણ ના પ્રમાણપત્ર મેળવવા માટે કોર્પોરેશન કચેરી એ ધક્કા ખાઈ રહ્યા છે જેમાં અરજદારો ના મુખ્ય તો નામ સુધારા, અટક સુધારા, જન્મ તારીખો જેવી સુધારો કરવા માટે લોકો ને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સાથે ભાવેણાવાસીઓનો કિંમતી સમય નો પણ વેડફાટ થઈ રહ્યો છે જેને કારણે લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.ટેક્નિકલ ઇશ્યુ હોવાથી લોકો ને ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે મનપા દ્વારા લોકો ને પડતી સમસ્યા ઓનો કાયમી ઉકેલ આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય