એપલના સૌથી સસ્તા iPhone એટલે કે iPhone 16eનું વેચાણ શરૂ થઈ ગયું છે. Apple iPhone 16e આજથી એટલે કે 28 ફેબ્રુઆરીથી ઉપલબ્ધ થઈ ગયો છે. Appleની ઓફિશિયલ ચેનલો સિવાય, તમે આ સ્માર્ટફોનને ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને મોટા રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકો છો. આ ફોનમાં 48MP કેમેરા, A18 પ્રોસેસર અને મજબૂત બેટરી છે. Apple iPhone 16e લોન્ચ થયા પછીથી પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ હતું. જો તમે તેનો પ્રી-ઓર્ડર કર્યો હોય, તો તમે તેને આજથી મેળવી શકો છો.
કંપનીએ લૉન્ચ કર્યો iPhone 16e
કંપનીએ તાજેતરમાં iPhone 16e લૉન્ચ કર્યો છે, જેણે iPhone SE મૉડલ્સને રિપ્લેસ કર્યા છે. જો કે, આ સ્માર્ટફોનને iPhone SE જેવી જ ફિલોસોફી પર ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે તે જરુરી બધા ફિચર્સ સાથે ઓછી કિંમતનો iPhone છે.
iPhone 16eની કિંમત કેટલી છે?
Apple iPhone 16e ત્રણ સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે. તેનું બેઝ વેરિઅન્ટ 128GB સ્ટોરેજ સાથે આવે છે.જેની કિંમત 59,900 રૂપિયા છે. જ્યારે ટોપ વેરિઅન્ટ 512GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 89,900 રૂપિયા છે. 256GB સ્ટોરેજવાળા મિડ વેરિઅન્ટની કિંમત 69,900 રૂપિયા છે.
iPhone 16e બે કલર ઓપ્શનમાં મળશે
તમે આ સ્માર્ટફોનને માત્ર બે કલર વિકલ્પોમાં ખરીદી શકો છો – બ્લેક અને વ્હાઇટ. તમામ મુખ્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સ્માર્ટફોન પર રૂ. 4000નું બેંક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ સિવાય તમને એક્સચેન્જ બોનસ પણ મળશે.
શું છે સ્પેસિફિકેશન?
iPhone 16eમાં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે મળે છે, જે 60Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. સ્માર્ટફોનમાં A18 પ્રોસેસર ઉપલબ્ધ છે. જોકે, આ પ્રોસેસર iPhone 16 સીરીઝમાં જોવા મળતા A18થી અલગ છે. ફોનમાં બ્રાન્ડનું પહેલું મોડેમ C1 ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનમાં માત્ર સિંગલ રિયર કેમેરા છે, જે 48MP છે.
સારી બેટરી લાઈફ મળશે
આ કેમેરા સેન્સર iPhone 16માં મળતા 48MP કેમેરા સેન્સરથી પણ અલગ છે. કંપનીએ ફ્રન્ટમાં 12MP સેલ્ફી કેમેરો આપ્યો છે. આ ડિવાઈસ સારી બેટરી લાઈફ સાથે આવે છે. આમાં તમને એક એક્શન બટન પણ મળશે, જેને તમે કસ્ટમાઇઝ કરી શકો છો. કંપનીએ આ ફોનની ડિઝાઇનમાં પણ ફેરફાર કર્યા છે.