અનુરાગ કશ્યપને થઈ ચિંતાઃ એસ.એસ. રાજામૌલીને ચોરી શકે છે હોલિવુડ

0

[ad_1]

Updated: Jan 28th, 2023

– RRRની વિદેશમાં મોટી સફળતા બાદ ફિલ્મ નિર્માતા એસ. એસ. રાજામૌલી પર અનેક મોટા વિદેશી નિર્દેશકોની નજર છે

– વિશ્વભરના લોકો એસ.એસ. રાજામૌલી સાથે કામ કરવા માંગે છે

મુંબઈ, તા. 28 જાન્યુઆરી 2023, શનિવાર

એસ.એસ. રાજામૌલીની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. તેમની ફિલ્મ RRR માટે વિશ્વભરમાં તેમની પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે છાપ ઉભી કરી અને ગોલ્ડન ગ્લોબ સાથે બે ક્રિટિક્સ એવોર્ડ જીત્યા અને ઓસ્કાર નોમિનેશન મેળવ્યું છે. ફિલ્મના નાટૂ નાટૂ ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ તેલુગુ ફિલ્મે સમગ્ર ભારતમાં રેકોર્ડ બ્રેકિંગ ક્લેક્શન શરૂ કર્યું છે ત્યારે એવી અફવાઓ પણ છે કે વિદેશમાં મોટી સફળતા બાદ ફિલ્મ નિર્માતા એસ. એસ. રાજામૌલી પર અનેક મોટા વિદેશી નિર્દેશકોની નજર છે. નિર્દેશકના ચાહકોમાંથી એક અનુરાગ કશ્યપ પણ તે અંગે ચિંતિત છે.   

હકીકતમાં વિદેશના અનેક નિર્દેશકોએ ફિલ્મ અને એસ. એસ. રાજામૌલીની પ્રશંસા કરી છે. આવી સ્થિતમાં એ પણ સ્પષ્ટ છે કે વિશ્વભરના લોકો એસ.એસ. રાજામૌલી સાથે કામ કરવા માંગે છે. તેના વિશે વાત કરતા અનુરાગ કશ્યપે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે પશ્ચિમમાંથી કોઈ ભારતીય સિનેમામાંથી એસ.એસ. રાજામૌલીની ચોરી કરી શકે છે. ત્યાં સુધી કે અનુરાગ કશ્યપે એસ.એસ. રાજામૌલીને ડીસી અને માર્વેલ સિનેમેટિક યુનિવર્સ માટે સંપૂર્ણ ફિટ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તે એક મોટું પરિવર્તન લાવી શકે છે. 

અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે કેવી રીતે પશ્ચિમી અને ભારતીય સિનેમા વચ્ચેના સહયોગની વાતો થોડા સમયથી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે એસ.એસ. રાજામૌલી સાથે એવું થઈ શકે છે કે પશ્ચિમ તેમને આપણી પાસેથી સંપૂર્ણપણે ચોરી શકે છે. તેમણે કહ્યું હતું કે પશ્ચિમમાં દરેક હવે રાજામૌલી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યું છે. તે એ પ્રકારના ફિલ્મ મેકર છે જે મોટું પરિવર્તન લાવી શકે છે. 

એસ.એસ. રાજામૌસીની ફિલ્મ RRRના ગીત નાટૂ નાટૂ વિશે અનુરાગ કશ્યપે કહ્યું હતું કે આવું કંઈક લઈ આવવું ખૂબ જ મુશ્કેલ છે. હું એવી વિચારીને ત્યાં જ હાર માની લેતો હતો કે એક ગીતના સિક્વન્સની શૂટિંગમાં મને કેટલા દિવસ લાગશે અને અહીં એક નિર્દેશક છે જે સરળતાથી ગીતો શૂટ કરે છે.  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *