અનુપમા અને અનુજના કિસિંગ સીને ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

0

[ad_1]

  • કેટલાક ફેન્સે શોને ટ્રેક પરથી ભટકી ગઈ હોવાનું કહ્યું
  • ટીવીના મોસ્ટ પોપ્યુલર શો અનુપમા હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો
  • પહેલીવાર અનુજ અને અનુપમા વચ્ચે ઇન્ટિમેટ સીન બતાવવામાં આવશે

ટીવીના મોસ્ટ પોપ્યુલર શો અનુપમા હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે અનુપમાની સાથે કોઈ અત્યાચાર નથી થયો પરંતુ શોમાં બતાવવામાં આવેલા અનુજ-અનુપમાનો રોમેન્ટિક સીન તેની પાછળનું કારણ છે.આ શોમાં પહેલીવાર અનુજ-અનુપમાને ઇન્ટિમેટ થતા બતાવવામાં આવ્યા છે. આ ઇન્ટિમેટ સીનની ઘણી તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. ઘણા લોકોનું માનવું છે કે આ સીન્સના કારણે શોની ટીઆરપી પર અસર પડતી દેખાશે.પાછલા ઘણા દિવસોથી શો પર અનુપમા અને અનુજ વચ્ચે ખટપટ બતાવવામાં આવી રહી છે. તેવામાં હવે શોમાં જોવા મળશે કે કેવી રીતે પોતાના પતિ સાથે નવી શરૂઆત કરવા માટે અનુપમા એક રોમેન્ટિક ડેટ પ્લાન કરે છે.આ જ રોમેન્ટિક ડેટ પર એવું કંઈક થવાનું છે જે પહેલા ક્યારેય આ શો પર જોવા નથી મળ્યું. પહેલીવાર અનુજ અને અનુપમા વચ્ચે ઇન્ટિમેટ સીન બતાવવામાં આવશે.અનુપમામાં બતાવવામાં આવી રહેલા ઇન્ટિમેટ સીનમાં બંનેનો એક પેશનેટ કિસિંગ સીન પણ જોવા મળશે, જેની તસવીરો સામે આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *