– કેસની માહિતી મેળવવા કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવી જરૂરી, જામીન ના મળવા જોઈએ..
– 15 દિવસ પૂર્વે એક્ટીવામાં કફ સિરપ લઈને નીકળેલા શખ્સની પૂછપરછમાં મહિલાનું નામ ખુલ્યા બાદથી ફરાર
ભાવનગર : શહેરના શ્રમજીવી અખાડા પાસેથી પંદરેક દિવસ પૂર્વે એક્ટીવામાં કફ સિરપ લઈને નીકળેલા એક શખ્સની એસઓજીએ ધરપકડ કરી પૂછતાછ કરતા આ કફ સિરપનો જથ્થો એક મહિલા આપતી હોવાનું બહાર આવ્યું હતું. જે કેસમાં ફરાર મહિલાએ આગોતરા જામીન અરજી કરતા કોર્ટે તેની આગોતરા અરજીને ફગાવી દીધી હતી.