રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની વધુ એક ઘોર બેદરકારી

0

[ad_1]

  • શાળા નંબર 81માં બે વિદ્યાર્થીને સફાઇ કરાવી
  • શિક્ષણ સમિતિ ચેરમેન રૂબરૂ પહોંચ્યા તપાસમાં
  • શાળાના છજા ઉપર ચડાવી સફાઇ કરાવતા વિવાદ

રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટ શહેરના અશોક ગાર્ડન નજીક આવેલ શાળા નંબર 81માં શિક્ષકની ઘોર બેદરકારી સામે આવી છે. શાળા દ્વારા બે બાળકોને શાળાના છજા ઉપર ચડાવી સફાઇ કરાવવામાં આવી રહી છે.

હાથમા ઝાડુ લઇ સાફ સફાઈ કરાવવામાં આવી
આમ તો ગુજરાત સરકાર દ્વારા વાંચે ગુજરાત ભણશે ગુજરાતની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. પરંતુ છાશવારે શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવતા હોવાના વીડિયો સામે આવતા હોય છે. જેમાં આજે વધુ એક વીડિયો સામે આવ્યો છે. શહેરના અશોક ગાર્ડન નજીક આવેલ શાળા નંબર 81 જમશેદજી તાતામાં આજે બપોરના 1.30 વાગ્યાં આસપાસ શાળાના મુખ્ય બિલ્ડીંગ ખાતે છજા પર જીવના જોખમે ચડાવી હાથમા ઝાડુ લઇ સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે. એટલું જ નહિ કોઈ શિક્ષિકા પણ નીચે ઉભા ઉભા રહી બાળકોને સફાઈ માટે સૂચના આપતા હોય તેવું પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

જવાબદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે
માત્ર સાફ સફાઈ જ મુદ્દો નહિ પરંતુ આ વખતે તો શાળાના શિક્ષકોએ હદ વટાવી બાળકોના જીવ જોખમમાં મૂકી દીધા છે. બાળકોને છજા પર ચડાવવામાં આવ્યા અને જો આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, મને આ બાબતે ખ્યાલ નથી પરંતુ આપના દ્વારા મને ધ્યાન દોરવામાં આવ્યું છે માટે હું ખુદ અત્યારે જ શાળાએ પહોંચી તપાસ કરાવું છું અને જવાબદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *