સુરત: ચાર્જિંગમાં મૂકેલી વધુ એક ઇલેક્ટ્રીક બાઈક સળગી ઉઠી

0

[ad_1]

  • આગમાં આખી બાઈક ખાક થઈ ગઈ
  • કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી
  • શાંતીવન રો-હાઉસમાં ચાર્જિંગ સમયે આગ લાગી

ઇલેક્ટ્રીક બાઈકમાં આગ લાગવાના બનાવો વચ્ચે શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા શાંતીવન રો હાઉસમાં રવિવારે સવારે ચાર્જિંગમાં મુકેલી વધુ એક ઇ-બાઈક સળગી ઉઠવાની ઘટના બની હતી. બનાવને પગલે સ્થાનિક વિસ્તારના લોકોએ પાણીના મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.

 કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી
મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે શાંતીવન રો હાઉસમાં રહેતા સંજયભાઈ મધુભાઈ વેકરીયાએ રવિવારે સવારે ઘર સામે તેમની ઇલેક્ટ્રીક બાઈક ચાર્જિંગમાં મુકી હતી. દરમિયાન બાઈકમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. આ દ્રશ્ય જોઈ ભાગદોડ મચી જવા પામી હતી. બીજી બાજુ સ્થાનિક વિસ્તારના કેટલાક લોકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસ શરૂ કર્યો હતો. ફાયર બ્રિગેડને બનાવની જાણ થતા કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આગમાં આખી બાઈક ખાક થઈ ગઈ

ફાયર ઓફિસર જોરાવરસિંહ વાળાએ જણાવ્યું હતું કે, ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં લોકોએ બાઈકમાં ભડકેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે કુલિંગની કામગીરી કરી હતી. આગમાં આખી બાઈક ખાક થઈ ગઈ હતી. આગને કારણે ચાર્જિંગ બોર્ડ અને મીટર પેટી પણ સળગી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *