ફાયનાન્સર અને ડોક્ટર સામે વ્યાજખોરીનો બીજો ગુનો નોંધાયો

0

[ad_1]


– ક્રાઇમ બ્રાન્ચે બે દિવસ પહેલા ધરપકડ કરી હતી

– વ્યાજખોરની ચુંગાલમાં ફસાયેલા યુવકની ફરિયાદ પરથી રિક્ષાચાલકની ધરપકડ

રાજકોટ: નાના મવા મેઇન રોડ પર પટેલ ઇન્વેસ્ટમેન્ટ પાઇન્ટ નામની પેઢી ધરાવતા અલ્પેશ ગોપાલ દોંગા અને ડો. અભય ડાયાભાઈ મોલિયા (રહે. કિંગ્સ લેન્ડ પાર્ક, શેરી નં. ૧, સિનેમેક્સ સિનેમાની સામે) વિરૂધ્ધ વ્યાજખોરીનો વધુ એક ગુનો દાખલ થયો છે. આ અગાઉ નોંધાયેલા ગુનામાં બંને આરોપીઓની ધરપકડ થઇ હતી. હાલ જેલહવાલે છે. ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ ફરીથી કબ્જો મેળવશે.

મૂળ રાજકોટના લીલી સામજડીયાળીના વતની અને મોરબી રોડ પર શ્રી વિલા સોસાયટીમાં રહેતા અને ઇમીટેશનનું કામ કરતા કેશુભાઈ રવજીભાઈ વોરા (ઉ.વ.૫૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૧૯માં તેને ગોંડલ ચોકડી પાસે ખેતીવાડીના ઓજારો બનાવવાનું કારખાનુ હતું. તેના વિકાસ માટે રૂા. ૧૫ લાખની જરૂર પડતા પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામની પેઢી ધરાવતા અલ્પેશનો સંપર્ક કર્યો હતો. જેણે બદલામાં જમીનનો દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી. લોનનો દર ૧.૫ ટકા રહેશે તેમ પણ કહ્યું હતું.  સાથોસાથ એમ પણ કહ્યું હતું કે તમે લોનના પૈસા પરત આપશો એટલે તમે કરી આપેલી જમીનનો દસ્તાવેજ તમને પરત કરાવી આપીશ. જો એક વર્ષમાં લોન ભરપાઇ ન થાય તો તમારી જમીન ઉપર લોન રિન્યુ કરી આપીશ.

ત્યારબાદ કોટડાસાંગાણી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે જઇ ડો. અભયના નામનો પોતાની જૂના રાજપીપળા ગામે આવેલી ખેતીની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. 

બાદમાં ધંધામાં ખોટ આવતા અને કોરોના આવી જતા ધંધો બંધ કરી દીધો હતો જેને કારણે અલ્પેશને વ્યાજના પૈસા ચૂકવી શક્યા ન હતા. પરિણામે અલ્પેશે સાત-આઠ માસ પહેલા ઓફિસે બોલાવી રૂા. ૧૦ લાખ ઉપર વ્યાજ ચડાવી રૂા. ૩૯ લાખની ઉઘરાણી કરી હતી. તેણે આટલુ બધુ વ્યાજ ન હોય તેમ કહેતા આખરે રૂા. ૨૫ લાખ આપવાનું કહ્યું હતું. ત્યારબાદ જ વેચાણ દસ્તાવેજ પરત કરી આપવાનું કહ્યું હતું. જેની સામે તેણે રૂા. ૧૫ લાખ આપવાની તૈયારી બતાવી હતી પરંતુ માન્યો ન હતો. સાથોસાથ જમીનનો કબ્જો ખાલી કરી સોંપી આપવો પડશે તેવી ધમકી આપી હતી.

એટલું જ નહીં તેની જાણ બહાર તેની ૭૦ થી ૮૦ લાખની જમીનનો લીલાવંતીબેન પ્રવીણભાઈ વીરડીયાના નામનો દસ્તાવેજ પણ કરી આપતા તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

ક્રાઇમ બ્રાન્ચમાં બીજી ફરિયાદ અક્ષરનગર શેરી નં. ૧માં રહેતા કૌશિક સુરેશભાઈ ભટ્ટી (ઉ.વ.૨૭)એ નોંધાવી છે. તેને પોલીસને જણાવ્યું કે તે રિક્ષા ચલાવે છે. નવ મહિના પહેલા દવાખાનાના અને રિક્ષાના કામ સબબ નાણાની જરૂર પડતા રિક્ષાચાલક ગોપાલ સોહલા પાસેથી કુલ રૂા. ૫૫ હજાર કટકે-કટકે વ્યાજે લીધા હતા.

જેની ડાયરી કરી આપી હતી. દિવસનું રૂા. ૧૦૦૦ વ્યાજ ચૂકવતો હતો. આ રીતે રૂા. ૫૫ હજાર ચૂકવી દીધા હતા. જેથી ગોપાલે ડાયરીમાં સહી લઇ તેને અગાઉ સીપી ઓફિસમાં જમા પણ કરાવી હતી. ગોપાલ હજુ ૫૫ હજારની ઉઘરાણી કરી ધાક-ધમકી આપતો હોવાથી ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *