અંજારઃ પાણીના પ્લાન્ટમાં ગાળો બોલવાના વિવાદમાં ખૂની હુમલો

0

[ad_1]

ગાંધીધામ, તા. ૨૩ 

અંજારમાં રવિવારે રાત્રે ત્રણ શખ્સોને ગાળો બોલવાની બાબતે ના કહેતા વેપારી સાથે ઝગડો કરી છરી અને લાકડી વડે મારી નાખવાની કોશિશ અને જાતિ અપમાનીત કર્યાની ઘટના સામે આવી હતી. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. 

આ અંગે અંજાર પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અંજાર પાલિકા રોડ પર આવેલ રામદેવપીર મંદિર પાસે પાણીના ખાનગી  પ્લાન્ટમાં રવિવારે રાત્રીના ૮ વાગ્યાના અરસામાં ફરિયાદી મંગળ વેરસી ધુઆ અને તેનો મિત્ર પાણીમાં પ્લાન્ટ ખાતે કામ કરતા હતા, ત્યારે આરોપી અહેમદ ઉર્ફે ઇઝુ, સદામ અને કારીયા નામના શખ્સો ગાળો બોલતા હોવાથી ફરિયાદીના મિત્ર સંજયે આરોપીઓને ગાળો બોલવાની ના કહેતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી અને છરી વડે હુમલો કરી, ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી ઇજાઓ પહોંચાડી નાસી ગયા હતા. બનાવમાં ફરિયાદીને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર આૃર્થે આદિપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સીસીટીવીમાં કેદ થયેલા બનાવમાં આરોપી લાકડી વડે વાહનમાં નુકસાન પહોંચાડતા હોવાનું પણ સામે આવ્યું હતું. બનાવમાં ત્રણેય ઈસમો સામે ગુનો નોંધાવવામાં આવતા ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *