– ફલોપ લાઈગર પિતાની સલાહથી જ કરી હતી
– ચંકી ઈન્સ્ટા પર ગમે તે લાઈક કર્યા કરતો હોવાથી તેને ઈન્સ્ટા એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવાની સલાહ
મુંબઇ : અનન્યા પાંડેએ તેના પિતા ચંકી પાંડેને પોતાને ફિલ્મો વિશે ગાઈડ નહિ કરવા જણાવ્યું છે. ચંકીની સલાહથી જ અનન્યાએ ‘લાઈગર’ ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મ ફલોપ થઈ ગઈ હતી. તે પછી અનન્યાએ ચંકીને કહી દીધું છે કે હવે પછી તમારે મને કઈ ફિલ્મ કરવી અને કઈ નહિ તે કહેવાનું નથી.