દિલ્હીના કાંઝાવાલા જેવી ઘટના સુરતમાં બની, 12 કિમી સુધી દંપતીને ઢસડ્યા

0

[ad_1]

  • સુરતમાં ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહ મળ્યો
  • પોલીસ વીડિયોના આધારે કાર સુધી પહોંચી
  • પલસાણાના તાંતિથૈયા ગામ પાસે ઘટના બની

સુરતમાં ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહ મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં પોલીસ વીડિયોના આધારે હત્યામાં વપરાયેલ કાર સુધી પહોંચી છે. તેમજ બાઈકને ટક્કર મારી કારે 12 કિમી ઢસડી ગઈ હતી. તેમાં પાછળની કારમાંથી યુવાને વીડિયો ઉતાર્યો હતો.

ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહ મળવાના મામલામાં વીડિયો સામે આવ્યો
પલસાણાના તાંતિથૈયા ગામમાં દિલ્હીના કાંઝાવાલા જેવી ઘટના બની છે. જેમાં કારે દંપતીની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તેમાં ગત બુધવારે કમકમાટીભર્યો અકસ્માત  સર્જાયો હતો. જેમાં ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહ મળવાના મામલામાં વીડિયો સામે આવ્યો છે. બાઈકને ટક્કર મારી લક્ઝુરિયસ કાર દંપતીને 12 કિ.મી. ઢસડી ગઈ હતી.

જાણો શું છે કાંઝાવાલા કેસ:

અંજલિનું 1 જાન્યુઆરીએ દિલ્હીના કાંઝાવાલામાં નિધન થયું હતું. તેના મૃતદેહને દિલ્હીની ગલીઓમાં 12 કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હતો. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે આ બધું તે રાત્રે બન્યું જ્યારે આખો દેશ નવા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો. દિલ્હી પોલીસના કડક સુરક્ષાના દાવા વચ્ચે અંજલિનું રસ્તામાં જ મોત થયું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *