25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીકસ્ટમરની નજરમાં આવવાનો સહેલો રસ્તો

કસ્ટમરની નજરમાં આવવાનો સહેલો રસ્તો



– ík{khk £e
økqøk÷ rçkÍLkuMk «kuVkR÷Lkku Ãkqhku ÷k¼ ÷uðku nkuÞ íkku íkuLkwt ðurhrVfuþLk
fhkððwt sYhe Au

ઇન્ટરનેટના શરૂઆત સમયમાં ઇમેઇલ અને તેને પેરેલલ મોબાઇલમાં એસએમએસને કારણે
કમ્યુનિકેશનની દુનિયામાં જાણે ધૂમ મચી હતી. લગભગ દરેક બિઝનેસ જૂના અને નવા
કસ્ટમર્સ સુધી પહોંચવા માટે ઇમેઇલ માર્કેટિંગ અને બલ્ક એસએમએસનો આશરો લેવા લાગ્યા.
પછી સોશિયલ મીડિયાનો યુગ આવ્યો અને લોકોને લાગ્યું – બિઝનેસ પ્રમોશન માટે આથી વધુ
સારું તો શું હોઈ શકે
? ત્યાં વોટ્સએપ અને ફેસબુક
મેસેન્જર જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ આવી
,
ઇન્સ્ટાગ્રામે વળી
જુદો ચીલો ચાતર્યો. મેસેજિંગમાં પણ ઓટોમેશન આવ્યું
, ચેટબોટ આવ્યા… બિઝનેસ પ્રમોશન માટે રીતસર સુવર્ણ યુગ આવ્યો હોય એવું
લાગ્યું.

સમય જતાં, બધો ઉત્સાહ ઓસરવા લાગ્યો.
ઇમેઇલ
, એસએમએસ, સોશિયલ મીડિયા, ઇન્સ્ટન્ટ મેસેજિંગ વગેરે
બધું સારું
, છતાં ધાર્યાં પરિણામ ક્યાંય
મળતાં નથી. એમાંય બધી જગ્યાએ સ્પામિંગ એટલે કે લોકો ઇચ્છતા ન હોય તોય મેસેજિસનો
મારો કરવાનો ટ્રેન્ડ એવો ચાલ્યો કે જેન્યુઇન બિઝનેસ માટે નવા કસ્ટમર સુધી સહેલાઈથી
પહોંચવું વધુ ને વધુ મુશ્કેલ બનવા લાગ્યું.

આ સ્થિતિમાં હજી એક પ્રમાણમાં સારો રસ્તો રહ્યો છે, ખાસ કરીને નાના બિઝનેસ માટે – કસ્ટમર કંઈક ખરીદવાનું વિચારતો હોય, બરાબર એ સમયે તેના સુધી આપણા બિઝનેસનું નામ પહોંચાડવું. લોકો કોઈ પણ પ્રકારના
બિઝનેસ વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરતા હોય કે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શોધતા હોય
, બરાબર એ સમયે તેમના સુધી આપણું નામ પહોંચાડવાનો સહેલો રસ્તો છે ગૂગલ બિઝનેસ
પ્રોફાઇલ. તેમાં આપણે પૂરતી વિગતો આપીએ
, તેને સતત અપડેટ કરીએ તો
ચોક્કસ લાભદાયી થાય.

પરંતુ એ માટેનું પહેલું પગથિયું છે બિઝનેસનું વેરિફિકેશન.

rçkÍLkuMkLkwt
ðurhrVfuþLk fu{ sYhe?

કસ્ટમર્સની નજરમાં આવવા માટેઃ સૌથી મહત્ત્વનું કારણ આ જ – સંભવિત કસ્ટમર્સની
નજરમાં આવવા માટે. જ્યારે કોઈ વ્યક્તિ
‘ઝેરોક્સ શોપ નીયર મી’ એવું કંઈક ગૂગલમાં સર્ચ કરે ત્યારે, જો આપણો બિઝનેસ પ્રોફાઇલ
વેરિફાઇડ હોય તો તેને આપણી વિગતો જોવા મળે
,
અથવા પોતાનો પ્રોફાઇલ
વેરિફાય કરનારા આપણા હરીફની વિગતો જોવા મળે અને કસ્ટમર તેની શોપ પર પહોંચી જાય!

પોતાની માહિતી પર વધુ કંટ્રોલઃ તમે પોતાના બિઝનેસ સંબંધિત  જાતભાતની માહિતી બિઝનેસ પ્રોફાઇલમાં ઉમેરી શકો
છો.

કસ્ટમર કમ્યુનિકેશનઃ સોશિયલ મીડિયાની જેમ જ, ગૂગલ બિઝનેસ પ્રોફાઇલમાં તમે વિવિધ પોસ્ટ, અપડેટ્સ, પ્રમોશનલ ઓફર્સ વગેરે મૂકી
શકો છો
, કસ્ટમર્સના રીવ્યૂના જવાબ આપી
શકો અને એ રીતે કસ્ટમર એંગેજમેન્ટ વધારી શકો. 

પેઇડ પ્રમોશન કમ્યુનિકેશનઃ ગૂગલ નેટવર્ક (સર્ચ, મેપ્સ તથા ગૂગલ સાથે કનેક્ટેડ બ્લોગ્સ,
વેબસાઇ્ટ્સ વગેરે) પર
આપણા બિઝનેસની જાહેરાતો બતાવવી હોય તો તે બિઝનેસ પ્રોફાઇલમાંથી થઈ શકે
, તેમ જ આપણી એડ સાથે ‘વેરિફાઇડ બિઝનેસ’નો બેજ જોવા મળી શકે, જેનાથી કસ્ટમર્સનો વિશ્વાસ
વધે.

ઇન્સાઇટ્સ મળેઃ કસ્ટમર્સ આપણા બિઝનેસ સાથે ગૂગલ પર કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે
તેની માહિતી મળી શકે છે.

«kuVkR÷
ðurhrVfuþLkLke heíkku

ગૂગલ બિઝનેસમાં આપણા પ્રોફાઇલનું વેરિફિકેશન ફરજિયાત નથી, પરંતુ ઉપર જણાવ્યા મુજબ તેના ખાસ લાભ છે અને એ બિલકુલ ફ્રી છે. એ માટે,
https://www.google.com/intl/en_in/business/
વેબસાઇટ પર જાઓ અને તમારા
ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થાઓ. તમારા બિઝનેસની વિગતો પહેલેથી ત્યાં જોવા મળે
, તો સીધા વેરિફિકેશન માટે આગળ વધી શકો અથવા 
વિગતો ઉમેરીને પછી વેરિફિકેશન કરો. એ માટેના જુદા જુદા ઘણા રસ્તા છે.

પોસ્ટકાર્ડ દ્વારાઃ માની નહીં શકો, પણ તમે ઇચ્છો તો ગૂગલ દ્વારા
પોસ્ટકાર્ડ પર
, ટપાલમાં વેરિફિકેશન કોડ મેળવી
શકો છો!

વોઇસ મેસેજ, એસએમએસ, ઇમેઇલ દ્વારાઃ કેટલાક બિઝનેસનું વેરિફિકેશન ફક્ત ફોન પર વોઇસ મેસેજ, ટેક્સ્ટ મેસેજ કે ઈમેઇલમાં લિંક દ્વારા થઈ શકે છે.

વીડિયો દ્વારાઃ કેટલાક બિઝનેસનું વેરિફિકેશન આપણા બિઝનેસનો વીડિયો બતાવીને કરી
શકાય છે.

થર્ડ પાર્ટીની મદદથીઃ કોઈ એજન્ટની મદદ લઈ શકાય, પરંતુ ગૂગલ કંપની પોતે વેરિફિકેશનનો ચાર્જ લેતી નથી એ યાદ રાખશો.

ðerzÞkuLke
{ËËÚke ðurhrVfuþLk fhkððkLkwt ÚkkÞ íkku…

ઇન્ટરનેટના સરેરાશ યૂઝર તરીકે આપણે જ્યારે પણ ગૂગલ જેવા સર્ચ એન્જિનમાં કંઈક
સર્ચ કરીએ ત્યારે એ વાત કોઈ બિઝનેસને સંબંધિત હોય તો ગૂગલ પરનો એ બિઝનેસનો પ્રોફાઇલ
આપણે જોઈ શકીએ છીએ.
‘ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ’ સર્વિસને કારણે દુનિયાભરના વિવિધ બિઝનેસને યોગ્ય સમયે તેના સંભવિત ગ્રાહકોની
નજરમાં આવવાની તક મળે છે.

આ સગવડ ખાસ કરીને નાના બિઝનેસને વધુ ઉપયોગી થાય છે. આપણે પોતાની નજીકમાં કોઈ
સારું રેસ્ટરાં શોધી રહ્યા હોઇએ ત્યારે ગૂગલ પર
‘રેસ્ટોરાં નીયર મી’ સર્ચ કરતાં આપણા લોકેશનની
નજીકની વિવિધ રેસ્ટોરાંના બિઝનેસ પ્રોફાઇલ જોવા મળે છે.

તેમાં મેપ પર તેના લોકેશન ઉપરાંત બીજી ઘણી બાબતો જાણવા મળે છે. રેસ્ટોરાં
ઉપરાંત કોઈ પણ પ્રકારના નાના મોટા બિઝનેસ કે શોપના બિઝનેસ પ્રોફાઇલમાં સારી એવી માહિતી
પહેલેથી ઉપલબ્ધ હોય તો સર્ચ કરનારી વ્યક્તિ તેના તરફ વળે તે સ્વાભાવિક છે.

તમે કદાચ જાણતા હશો કે ગૂગલની બિઝનેસ પ્રોફાઇલ સર્વિસમાં વિવિધ બિઝનેસની
માહિતી બે પ્રકારે ઉમેરાય છે ઃ

 એક,  ગૂગલ પોતે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ
માહિતીને આધારે વિવિધ બિઝનેસના પ્રોફાઇલ તૈયાર કરે છે. 

બીજા પ્રકારમાં બિઝનેસના માલિક પોતે પોતાનો ગૂગલ પ્રોફાઇલ તૈયાર કરે છે અને
તેમાં પોતાના બિઝનેસને સંબંધિત જુદી જુદી માહિતી ઉમેરે છે.

જોકે એ પહેલાં આપણે પોતાનો બિઝનેસ પોતાનો જ હોવાની ગૂગલની ખાતરી કરાવવી પડે
છે. એ માટેનો એક રસ્તો વીડિયો વેરિફિકેશનનો છે. આ પદ્ધતિમાં ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ
સર્વિસની ટીમમાંથી કોઈ વ્યક્તિ આપણે આપેલા મોબાઇલ નંબર પર વીડિયો કોલ કરે છે અને
પછી આપણને પોતાની શોપ
, ઓફિસ કે રેસ્ટોરાંના વિવિધ
ભાગ બતાવવા કહે છે.

આ રીતે આપણે ગૂગલના બિઝનેસ પ્રોફાઇલમાં પોતાના બિઝનેસ વિશે જે કંઈ માહિતી આપી
હોય તે સાચી હોવાની ગૂગલ ખાતરી કરે છે (જોકે આ રીતે વેરિફિકેશન થતું હોવા છતાં
ગૂગલ અને બીજી અનેક બીજી ઓનલાઇન બિઝનેસ સર્વિસિસમાં તદ્દન ખોટા બિઝનેસ પ્રોફાઇલ
ઊભા કરવામાં આવતા હોય છે અને લોકોને છેતરવાનો પ્રયાસ થતો હોય છે એ ધ્યાનમાં રાખવા
જેવું છે).

જો તમારા બિઝનેસનો ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ તૈયાર કર્યો હોય અને તમે તેમાં વધુ
માહિતી
, ફોટોગ્રાફ વગેરે ઉમેરવા માગતા
હો તથા ફેસબુક-ઇન્સ્ટાગ્રામ-વોટ્સએપ વગેરેની જેમ ગૂગલ પર પણ તમારા બિઝનેસને સંબંધિત
નિયમિત રીતે વિવિધ પોસ્ટ અપલોડ કરવા માગતા હો તો વેરિફિકેશન તમારે માટે અનિવાર્ય
બનશે.

વીડિયોથી થતા વેરિફિકેશનનો હેતુ બરાબર સમજી લીધો હશે તો તમે ગૂગલના ટીમ મેમ્બર
સાથેની વીડિયો વાતચીત દરમિયાન એ વ્યક્તિ ખરેખર શું જોવા માગે છે એ સમજીને તેને એ
બધું બતાવી શકશો તથા તમે પોતે બિઝનેસ સાથે ગાઢ રીતે સંકળાયેલા છો એ પણ દર્શાવી
શકશો.

વીડિયોથી થતા  વેરિફિકેશનને કારણે આપણે
બિઝનેસ પ્રોફાઇલમાં બિઝનેસનું જે લોકેશન બતાવ્યું હોય એ પણ સાચું હોવાની કંપનીને
ખાતરી થાય છે.

એ યાદ રાખશો કે આપણે વીડિયો વેરિફિકેશનની પ્રોસેસ શરૂ કરીએ અને વીડિયો કોલ શરૂ
થાય એ પછી એક કન્ટીન્યુઅસ શોટમાં આપણે બિઝનેસના વિવિધ ભાગ ગૂગલના ટીમ મેમ્બરને
બતાવવાના હોય છે. આ પ્રોસેસ બે-ત્રણ મિનિટમાં પૂરી થાય છે. એટલા ટૂંકા ગાળામાં
આપણે ગૂગલના ટીમ મેમ્બરને ખાતરી કરાવવાની હોય છે કે આપણો બિઝનેસ જેન્યુઇન છે!

જો આપણે કોઈ પ્રકારની ઓફિસનું ગૂગલ બિઝનેસ પ્રોફાઇલમાં લિસ્ટિંગ કર્યું હોય તો
મોટા ભાગે ઓફિસનું ઇન્ટરનલ સેટઅપ બતાવવાનું રહે છે. જો આપણી ઓફિસ કોઈ કમર્શિયલ
કોમ્પ્લેક્સમાં હોય તો તેમાં આપણા યુનિટનો નંબર અને કંપનીનું નામ દર્શાવતું બતાવી
શકાય. આપણી શોપ કે રેસ્ટોરાં હોય તો ઇન્ટર્નલ સેટઅપ ઉપરાંત શોપ/રેસ્ટોરાંની બહાર
જઇને તેનું સાઇનેજ તથા બહારના ભાગમાંથી શોપ/રેસ્ટોરાં કેવા દેખાય છે એ પણ
બતાવવાનું જરૂરી બની શકે છે.

આ પ્રકારે થતા વીડિયો વેરિફિકેશન દરમિયાન આપણે કોઈ પણ લોકોના ચહેરા કે
સંવેદનશીલ માહિતી ધરાવતા ડોક્યુમેન્ટ બતાવવાની જરૂર હોતી નથી.

ગૂગલ એ પણ ધરપત આપે છે કે આ વીડિયો પ્રાઇવેટ રહે છે અને તેનો વેરિફિકેશન સિવાય
બીજો કોઈ ઉપયોગ થતો નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય