લાઇવ ટ્રાફિક અપડેટ આપતી રોડ ઇઝ નામની એપ લોંચ કરવામાં આવી

0

[ad_1]

અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ

શહેરના વિવિધ વિસ્તારોમાંથી પોલીસ જવાનો દ્વારા એપ્લીકેશનમાં સતત અપડેટ અપાશે

Updated: Jan 31st, 2023

 અમદાવાદ

અમદાવાદ શહેરમાં વિવિધ સમસ્યાઓ પૈકી ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ
બની રહી છે. ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ
વિસ્તારોના ટ્રાફિકની લાઇવ અપડેટ આપતી રોડ ઇઝ નામની મોબાઇલ એપ લોંચ કરવામાં આવી છે.
જેથી શહેરીજનો આ એપ્લીકેશન પર ટફિકને લગતી વિવિધ અપડેટ તપાસીને ટ્રાફિકજામની સ્થિતિ
બચી શકશે. જો કે આ અપડેટ વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા ટ્રાફિક જવાનો દ્વારા આપવામાં
આવશે. જેથી લોકોને અપડેટ મળે તે માટે ટ્રાફિક જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી
છે.
અમદાવાદ  શહેરમાં હવે
દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા સતત વિકટ બની રહી છે. ખાસ કરીને પીક અવર્સના સમયમાં શહેરના
મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિકજામ જોવા મળે છે. તો મનપા દ્વારા કરવામાં આવતા ખોદકામના
કારણે કે ડાયવર્ઝન અંગે પણ નગરજનોે વાકેફ નથી હોતા ત્યારે ટ્રાફિકજામને ટાળી શકાય તેવા
રસ્તાની માહિતી સતત મળી રહે તે માટે  શહેર ટ્રાફિક
પોલીસે ગુજરાતમાં સૌ પ્રથમવાર રોડ ઇઝ નામની મોબાઇલ એપ્લીકેશન લોંચ કરી છે. જેમાં રીયલ
ટાઇમ અપડેટ ગુગલ મેપથી શહેરીજનોને શહેરના ટ્રાફિક અંગેની માહિતી મળી શકશે.


અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસને માહિતી આપતા જણાવ્યું કે આ
એપ્લીકેશન પર ૧૦ થી ૧૫ મિનિટના અપડેટ સાથે રીયલ ટાઇમ ગુગલ મેપથી વિગતો મળી શકશે. જેમાં
કોઇ સ્થળે અકસ્માત
, ખોદકામ, વન-વે કે ટુ-વે કરવામાં
આવ્યું હોય
, ઝાડ પડવાની
ઘટના હોય કે વરસાદ તેમજ રેલીના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ હોય તે તમામ બાબતો
આ એપ્લીકેશનમાં મળશે.

સાથેસાથે વૈકલ્પિક રસ્તા પણ ગુગલ મેપમાં દર્શાવવામાં આવશે. જેના
કારણેે વાહનચાલકને ટ્રાફિકજામની સ્થિતિથી પરેશાન નહી થવુ પડે અને તેના નોકરી ધંધા કે
અન્ય કામે સમયસર પહોંચી શકાશે. આ અપડેટ સમયસર મળે તે માટે ટ્રાફિક પોલીસ વિભાગ અધિકારીઓ
અને વિવિધ પોઇન્ટ પર હાજર પોલીસ જવાન આ અપડેટ આપશે.  જે માટે નિષ્ણાંતો દ્વારા તેમને તાલીમ પણ આપવામાં
આવી રહી છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *