નેતાજીની સ્મૃતિને ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો : અમિત શાહ

0

[ad_1]

  • પોર્ટ બ્લેરમાં 21 ટાપુના નામકરણ સમારોહમાં ગૃહપ્રધાનનો કોંગ્રેસ પર કટાક્ષ
  • નેતાજી ભારતના ઈતિહાસમાં ધ્રુવના તારાની માફક ચમકશે
  • દુર્ભાગ્યવશ તેમની યાદગીરીને ભૂંસી નાખવાનો અનેકવાર પ્રયાસ કરવામાં આવ્યો

પરાક્રમ દિવસ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતીના અવસર પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે એ સાચું જ કહેવાયું છે કે વીરોની યાદી ક્યારેય ભૂંસાઇ શકતી નથી અને તે કોઇની દયા પર નિર્ભર પણ નથી. તેઓ આંદામાન નિકોબાર દ્વીપસમૂહના 21 ટાપુઓના નામને 21 પરમવીર ચક્ર વિજેતાઓનું નામ આપવાના સમારોહમાં સંબોધન કરી રહ્યા હતાં. કોંગ્રેસ પર પરોક્ષ રીતે કટાક્ષ કરતાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે નેતાજી ભારતના ઈતિહાસમાં ધ્રુવના તારાની માફક ચમકશે. દુર્ભાગ્યવશ તેમની યાદગીરીને ભૂંસી નાખવાનો અનેકવાર પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ વીરોની યાદો જીવંત રહેવા માટે કોઇની દયા પર નિર્ભર હોતી નથી. 15000 કિલોમીટરનું અંતર કાપવાની તેમની લાંબી મજલ- તે માર્ગો જે આજે પણ આપણને તેના ગાત્રો થીજાવી દેતાં તાપમાનમાંથી પસાર થવાના ખ્યાલ માત્રથી ધ્રુજાવી દે છે.

આંદામાને આઝાદીમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે : શાહ

અમિત શાહે જણાવ્યું હતું કે કેટલાક સ્થાનોને ઐતિહાસિક ભૂમિકા નિભાવવાનું સૌભાગ્ય મળ્યું છે. આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહને ભારતની સ્વતંત્રતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. 1857ના વિદ્રોહ બાદ અંગ્રેજોએ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ પર ક્રૂર અત્યાચાર શરૂ કર્યો ત્યારે તેમણે આ સેલ્યુલર જેલનું નિર્માણ કર્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *