કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. જેમાં ગાંધીનગરમાં લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમાં અમિત શાહ રૂપિયા 281 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. તથા માણસા ખાતે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને ખાતમુહૂર્ત કરશે. તેમાં રૂ. 244 કરોડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરતા લોકોની સુવિધામાં વધારો થશે.
રૂપિયા 20 કરોડના પિલવાઈ મહુડી માર્ગનું ખાતમુહૂર્ત કરશે
રૂપિયા 20 કરોડના પિલવાઈ મહુડી માર્ગનું ખાતમુહૂર્ત કરશે. માણસા ખાતે ચંદ્રાસર તળાવનું લોકાર્પણ કરશે. તથા અમિત શાહ માણસા ખાતે કુળદેવીના દર્શન પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. નવરાત્રિના પ્રારંભમાં તેઓ 3 અને 4 ઓક્ટોબર બે દિવસના પ્રવાસે ગુજરાત આવશે. માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરશે. પરિવાર સાથે બહુચર માતાના મંદિરે આરતી-પૂજા કરશે. તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. જેમાં અમિત શાહ અડાલજમાં આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે.
મોડી સાંજે તેમના વતન ખાતે માતાજીની આરતી અને દર્શન કરશે
3 ઓક્ટોબરે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ધારાસભ્યના કાર્યાલયને ખૂલ્લું મુકશે. સવારે એસજી હાઇવે પર કારગીલ પેટ્રોલ પંપ નજીક મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપશે. ત્યારબાદ બાજુમાં નવા બનેલા વેજીટેબલ માર્કેટને ખુલ્લુ મુકશે. ભાડજ ખાતે નવી બનાવેલી નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તથા જાહેર સભા કરશે. આ ઉપરાંત 3 તારીખે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ કરશે.
વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ કરાવશે
3 તારીખે અમદાવાદ GMDC ખાતે રાત્રે 8 વાગ્યે વાઈબ્રન્ટ નવરાત્રીના કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે, અને વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ કરાવશે. 4 તારીખે સવારે 11 વાગ્યે ADC બેંકના કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે અમિત શાહ માણસાના બીલોદરા ખાતે પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે અને મોડી સાંજે તેમના વતન ખાતે માતાજીની આરતી અને દર્શન કરશે.