વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનો પદભાર અમિત ચાવડા સંભાળશે

0

[ad_1]

  • રાષ્ટ્રીય કોંગ્રેસે અમિત ચાવડાની કરી નિયુક્તિ
  • ઉપનેતા તરીકે શૈલેષ પરમારના નામની જાહેરાત
  • 11 વાગ્યે વિધાનસભામાં પદભાર વિધિ થશે

આજે વિધાનસભામાં કોંગ્રેસપક્ષના નેતાનો પદભાર અમિત ચાવડા  સંભાળશે. જેમાં ગુજરાત કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વની ઉપસ્થિતિમાં વિધિવત પદભાર સંભાળશે. રાષ્ટ્રીય કોંગ્રેસે અમિત ચાવડાને વિધાનસભામાં કોંગ્રેસપક્ષના નેતા તેમજ ઉપનેતા તરીકે શૈલેષ પરમારનું નામ જાહેર કર્યું છે.

આજે અગિયાર વાગ્યે વિધાનસભામાં પદભાર વિધિ થશે
આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાની વિધાનસભામાં પક્ષના નેતા તરીકે પસંદગી કરાઇ છે. તેઓ આજે અગિયાર વાગ્યે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના કાર્યાલય ખાતે પોતાનો આ પદભાર વિધિવત્ રીતે ગ્રહણ કરી લેશે. આ તરફ ગુજરાત સરકાર કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવા માગતી નથી, તેથી ચાવડા ગૃહમાં વિપક્ષના નેતા બનશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન છે.

ઉપનેતા તરીકે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમાર
કોંગ્રેસના ઉપનેતા તરીકે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને પસંદ કરાયા છે. પરંતુ તેઓ આ પદથી રાજી નથી. તેમને પક્ષના નેતા બનવું હતું. આ બાબતથી નારાજ ચાવડા પક્ષના નેતાનો પદભાર ગ્રહણ કરે તે સમયે શૈલેષ પરમાર હાજર નહીં રહે તેવું પાર્ટીના સૂત્રો જણાવે છે. અગાઉ ચાવડાનું નામ જાહેર થયું તે વખતે પણ તેઓ કોંગ્રેસની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. જોકે ચાવડાની પસંદગીને કારણે ગુજરાત કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા, સી.જે. ચાવડા સહિતના નેતાઓ પણ નારાજ હોવાનું જાણવા મળ્યું છે. આગામી સમયમાં આ બાબતની અસર વિધાનસભા ગૃહમાં પણ દેખાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *