કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થતા વળતર આપવામાં આવે: અમિત ચાવડા

0

[ad_1]

  • બે દિવસની અંદર 15 જિલ્લાઓમાં માવઠાની આગાહી
  • કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી કરી દીધી
  • સૌથી વધારે નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે

સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને જે નુકસાન થયું હોય તેનો તાત્કાલિક સર્વે કરાવીને તેઓને તેમના ખેતરમાં વાવેલ એકર પ્રમાણે વળતર આપવામાં આવે તેવી માંગ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કરી છે.

બે દિવસની અંદર 15 જિલ્લાઓમાં માવઠાની આગાહી
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે અત્યારે ભર શિયાળે સમગ્ર ગુજરાતના 10થી વધારે જિલ્લાઓમાં કરા સાથે માવઠા પડી રહ્યા છે. અને આગામી બે દિવસની અંદર 15 જિલ્લાઓમાં માવઠાની આગાહી છે. ખાસ કરીને આવા સમયે સૌથી વધારે નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. આ માવઠાથી ખેડૂતોના પાક અને વાવેલા દાણ નિષ્ફળ જઈ રહ્યા છે.

કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી કરી
દેશ અને ગુજરાતના ખેડૂતો પહેલેથી જ મંદી અને મોંઘવારી સામે જજુમી રહ્યા છે સાથે તેમના વાવેલા પાકના પૂરતા એમએસપી પ્રમાણે રૂપિયા પણ મળતા નથી. જુના પાક વિમાના પાકેલા નાણાં મેળવવા જગતનો તાત વલખા મારી રહ્યો છે. ત્યારે આવા સમયે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી કરી દીધી છે. ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પાસે માગણી કરતા જણાવ્યું હતું કે કૃષિ નિષ્ણાતો અનુસાર રાજ્યમાં શનિવારે મોટાભાગના સ્થળોએ પાંચ મિલિમિટર જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા વધુ માવઠાની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગ દ્વારા વધુ માવઠાની આગાહી કરવામાં આવી છે. એક ઇંચ કે તેથી વધુ વરસાદ પડે તો રવિ પાક સહિત બટાકા, ચણા, જીરું, તમાકુ, વરિયાળી, ઘઉં અને શાકભાજીના પાકોમાં મોટાપાયે નુક્સાન થવાની ભીતિ રહે છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને જે નુકસાન થયું હોય તેનો તાત્કાલિક સર્વે કરાવીને તેઓને તેમના ખેતરમાં વાવેલ એકર પ્રમાણે વળતર આપવામાં આવે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *